AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

AAP : ભાજપ સરકાર ખૂબ જ ડરી ગઈ છે એટલા માટે જ આજે સંજય સિંહજીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી: ઈસુદાન ગઢવી

શરાબનીતિના ગોટાળાના નામે 1000થી વધુ જગ્યા ઉપર રેડ કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી કાંઈ મળ્યું નથી : ઈસુદાન ગઢવી

સંજય સિંહજી તાનાશાહ સરકારના આંખમાં એક કણાની જેમ ખૂંચી રહ્યા હતા: ઈસુદાન ગઢવી

અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા સતત વધી રહી હતી અને સંજય સિંહજી સતત અવાજ ઉઠાવતા હતા એટલા માટે એમને જેલમાં નાખવાનો પ્લાન બનાવવામાં આવ્યો: ઈસુદાન ગઢવી

મનીષ સિસોદિયાજીના લોકરની પણ તપાસ કરવામાં આવી અને ત્યાં પણ કાંઈ મળ્યું ન હતું: ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, જે રીતે આમ આદમી પાર્ટી સમગ્ર દેશમાં લોકપ્રિય પાર્ટી બની રહી છે અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહજીએ સંસદથી લઈને સડક સુધી, અદાણીનો મુદ્દો હોય કે મણીપુરનો મુદ્દો હોય, દરેક મુદ્દા પર અવાજ ઉઠાવ્યો છે. જેના કારણે ભાજપ સરકાર ખૂબ જ ડરી ગઈ છે એટલા માટે જ આજે સંજય સિંહજીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

શરાબનીતિના ગોટાળાના નામે 1000થી વધુ જગ્યા ઉપર રેડ કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કાંઈ મળ્યું નથી અને કંઈ મળશે પણ નહીં. મનીષ સિસોદિયાજીના લોકરની પણ તપાસ કરવામાં આવી અને ત્યાં પણ કાંઈ મળ્યું ન હતું. સંજય સિંહજીના મામલામાં પણ EDને કંઈ મળશે નહીં, પરંતુ તેઓ જાણે છે કે સંસદમાં સંજય સિંહજી મજબૂતાઈથી મુદ્દા ઉઠાવતા હતા, ભલે એ અદાણી વિરુદ્ધમાં અવાજ ઉઠાવે કે મણિપુરના મુદ્દે અવાજ ઉઠાવે. સંજય સિંહજી તાનાશાહ સરકારના આંખમાં એક કણાની જેમ ખૂંચી રહ્યા હતા. જેના કારણે આજે નહીં તો કાલે સંજયસિંહજીની ધરપકડ તેઓ કરાવવાના જ હતા. કારણ કે ડરેલી સરકાર બીજું કરી પણ શું શકે છે?

આજે ભલે સંજય સિંહજીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આમ આદમી પાર્ટીના એક એક સૈનિક તાનાશાહ સરકાર વિરુદ્ધ લડત આપતા રહેશે અને અવાજ ઉઠાવતા રહેશે. મનીષ સિસોદિયાજીના મામલામાં પણ ED પાસે તેમના વિરુદ્ધ કોઈ સબૂત નથી. એનાથી પહેલેથી જ ઘણી બધી એજન્સી અરવિંદ કેજરીવાલજીને બદનામ કરવામાં લાગેલી છે. અરવિંદ કેજરીવાલજીના બેડરૂમ સુધી તપાસ કરવામાં આવી. ત્યાં પણ કંઈ મળ્યું ન હતું. અરવિંદ કેજરીવાલજીની રાજનીતિની શરૂઆત ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી થઈ હતી. તેઓ હંમેશા ભ્રષ્ટાચારના વિરોધી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા સતત વધી રહી હતી અને સંજય સિંહજી સતત અવાજ ઉઠાવતા હતા એટલા માટે એમને જેલમાં નાખવાનો પ્લાન બનાવવામાં આવ્યો અને ઇડી દ્વારા આ બધું કરવામાં આવ્યું. ED એક હાથો બની ગઈ છે. ભાજપના લોકો આરોપ લગાવતા હતા કે, 10000 કરોડ થયું છે પછી કહેવા લાગ્યા કે 700 કરોડનું કૌભાંડ થયું. એનો મતલબ એ થાય છે કે એમની પાસે કોઈ જાણકારી નથી, તેઓ ફક્ત અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીને બદનામ કરવા માંગે છે. અરવિંદ કેજરીવાલજી ઇન્ડિયા ગઠબંધનમાં મજબૂત રોલ નિભાવી રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધન પણ મજબૂતીથી આગળ વધી રહ્યું છે અને આ ગઠબંધનને પરેશાન કરવા માટે કોશિશ કરવામાં આવી રહી છે. સંજય સિંહજી સંઘર્ષ કરશે અને સત્યનો વિજય થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!