ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે હજરત ખ્વાજા મેહમુદ દરિયાઈ દુલ્હાના ચિલ્લા મુબારક પર ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે સુફીસંત હજરત ખ્વાજા મેહમુદ દરિયાઈ
દુલ્હા ના ચિલ્લા મુબારક પર ઉર્ષ મેળાની ઉજવણી કરવામાં આવી હતી, સુફી સંત હજરત ખ્વાજા મેહમુદ દરિયાઈ દુલ્હાની દરગાહ વીરપુર શરીફમાં આવેલી છે પરંતુ ભાલોદ ગામે તેઓનું એક ચિલ્લા મુબારક પણ આવેલુ છે અને ત્યાં કોમી એકતાના અનેરા દર્શન થાય છે. હજારો હિન્દુ મુસ્લિમ લોકો અહીંયા માંથો ટેકવતા આવતા હોય છે અને અહીંયાથી બધાની મનોકામનાઓ પુરી થતી હોય છે. આજે મુસ્લિમ તિથિ પ્રમાણે વીરપુર ખાતે સુફીસંત હજરત ખ્વાજા મેહમુદ દરિયાઈ દુલ્હાના ઉર્ષ મેળાની ઉજવણી કરવામાં આવી રહી છે ખ્વાજા મેહમુદદરિયાઈ દુલ્હા સાહબના ઘણા ચિલ્લા મુબારક ગુજરાતભરમાં આવેલા છે. ત્યારે ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામ નજીક હજરત ખ્વાજા મેહમુદ દરિયાઈ દુલ્હાના ચિલ્લા મુબારક પર આજરોજ ઉર્સ મનાવવામાં આવ્યો હતો.
આજુબાજુ વિસ્તારના તેમજ દરેક ધર્મના લોકો અહીંયા આવે છે. આ મેળાની તૈયારીનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ૧૦ મા ચાંદ થી ૧૧ મા ચાંદ સુધી ઉર્સની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ભાલોદ ,તરસાલી, રાજપારડી, વણપોર,કૃષ્ણપરી, સુરત, ઝઘડીયા, ભરૂચ,અંકલેશ્વર, વડોદરા, સુરત વગેરે ગુજરાત સહિત અન્ય રાજયોમાંથી અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ ઉપરાંત સંદલ શરીફ માહે દસમા ચાંદે 14 મી ઓક્ટોબર અને ઉર્ષ શરીફ અગીયારમીનો ચાંદ 15 મી ઓક્ટોબરએ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં સાંજના સમયે દરીયાઈ દુલ્હા ચિલ્લા મુબારક પર ત્યાંના ઘણા વર્ષોથી આ ગાદી પર બિરાજમાન સૈયદ મુન્ના બાપુ દ્વારા ચિલ્લા મુબારક પર સંદલ (ચંદન) ચડાવી મુખ્ય રસમ અદા કરાઇ હતી. જ્યારે બીજા દિવસે ઉર્ષ મુબારક મનાવવામાં આવ્યો જેમાં ઉર્સના કાર્યક્રમમાં નિયાઝનું પણ આયોજન કરાયું હતું જેમાં પણ હજારો લોકોએ લાભ લીધો હતો.
ઈરફાન ખત્રી
રાજપારડી