AHAVADANGGUJARAT

ડાંગનાં વઘઇ ખાતે ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના  વઘઇ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની વઘઇ ભાજપ દ્વારા ઉજવણી કરવામા આવી હતી. ઉજવણી દરમિયાન વઘઈ ભાજપના હોદ્દેદારો, કાર્યકરો  ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત તેમના કરેલા કાર્યોને યાદ કર્યા હતા. સાથે વઘઇ ચાર રસ્તા ખાતે તમામે શપથ પણ ગ્રહણ કર્યા હતા. આ ઉજવણી ને લઈને વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઇ ગાવીત, વઘઈ તાલુકા ભાજપ પ્રમુખ પંકજભાઈ પટેલ, ગામના સુભાષભાઈ બોરશે, સુરેશભાઈ કાંજીયા, ધર્મેશ પટેલ, મયુર પટેલ, રોહિત સુરતી, રિતેશ પટેલ,બિપીન રાજપૂત, જય આહિર, સહિત વઘઈ નગરના વડિલો, યુવાનો,આગેવાનો ઉપસ્થિત રહી આ ઉજવણીમાં ભાગ લીધો હતો…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!