JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

કનકાઈ મથક મતદાન મથક સુધી પહોંચવા માટે ચૂંટણી સ્ટાફે અંદાજે ૧૫ કીમી સુધી જંગલમાં સફર ખેડવી પડે છે

જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછા મતદારો ધરાવતું મતદાન મથક….જાણો….શેડો મતદાન મથક વિશે

જૂનાગઢ તા.૧    ગીરના અડાબીડ જંગલ વચ્ચે એક એવું મતદાન મથક આવેલું છે, જ્યાં માત્ર ૧૨૧ મતદારો છે, જે જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછા મતદારો ધરાવતું મતદાન મથક પણ છે. પ્રાકૃતિક સંપદા અને સૌંદર્યતાની વચ્ચે આવેલ આ મતદાન મથક એટલે ગીર અભયારણ્ય વિસ્તારમાં આવેલ કનકાઈ મતદાન મથક. આ દુર્ગમ વિસ્તારમાં પણ નાગરિકો મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થાઓ  કરવામાં આવે છે.

          આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા જણાવે છે કે, Every Vote Counts તેવી ભારતના ચૂંટણી પંચની નેમ છે, ત્યારે ૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તાર હેઠળના કનકાઈ મતદાન મથક સહિતના અન્ય શેડો મતદાન મથક માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે, જૂનાગઢથી અંદાજે ૭૦ કીમી. દૂર આવેલા આ મતદાન મથક ગાઢ જંગલ વિસ્તાર હોવાથી ઇન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી સેલ ફોન કામ કરી શકતા નથી. ત્યારે મતદાન પ્રક્રિયા દરમિયાન દર બે કલાકે મતદાન ટકાવારીના આંકડાનો રિપોર્ટ કરવાના હોય છે, ઉપરાંત અન્ય ચૂંટણીલક્ષી કામગીરી માટે પણ કોમ્યુનિકેશન ખૂબ જરૂરી હોય છે. આ સંજોગોમાં વાયરલેસ સેટ એટલે કે વોકીટોકી ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રીને આપવામાં આવે છે. જેથી સરળતાપૂર્વક કોમ્યુનિકેશન સાધી શકાય.

          જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું કે, દુર્ગમ એવા જંગલ અને પહાડી વિસ્તાર કે, જ્યાં સરળતાથી કોમ્યુનિકેશન સાધવું મુશ્કેલ હોય છે, તેવા મતદાન મથકોને શેડો મતદાન મથક તરીકે જાહેર કરવામાં આવે છે, જૂનાગઢ જિલ્લામાં કનકાઈ ઉપરાંત અન્ય ત્રણ મતદાન મથકો શેડો મતદાન મથક જાહેર થયેલ છે, આ મતદાન મથકો ગીર જંગલની એકદમ બોર્ડર પર આવેલા છે, જેમાં દુધાળા, માણંદિયા અને રાજપરા ગામનો સમાવેશ થાય છે. ત્યાં પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવે છે.

          ઉલ્લેખનીય છે કે, આ શેડો મતદાન મથક પર ચૂંટણી સ્ટાફ મતદાનના અગાઉના દિવસે જ પહોંચી જતો હોય છે, તેમાં કનકાઈ મથક મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે ૧૫ કીમી જેટલી જંગલમાં સફર ખેડવી પડે છે.

         દરેક મતદાર પોતાના મતાધિકારનો સરળતાપૂર્વક ઉપયોગ કરી શકે તે માટે ભારતનું ચૂંટણી પંચ પ્રતિબદ્ધતા સાથે કામ કરે છે. આમ, લોકશાહીના મહાપર્વની સુવાસ દુર્ગમ એવા ગીરના નેસ સુધી પ્રસરે છે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું.

જાણો….શેડો મતદાન મથકમાં કેટલા છે મતદારો

          કનકાઈ મતદાન મથક હેઠળ ૬૭ પુરુષો અને ૫૪ મહિલા મતદાર સહિત કુલ-૧૨૧મતદારો છે, તેવી જ રીતે ગીર જંગલની બોર્ડર વિસ્તારના શેડો મતદાન મથક એવા માણંદીયામાં ૧૪૮ પુરુષ, ૧૩૪ સ્ત્રી કુલ – ૨૮૨, રાજપરામાં ૫૩૭ પુરુષ, ૫૨૯ સ્ત્રી કુલ – ૧૦૬૬ અને દુધળામાં ૫૯૨ પુરુષ, ૫૯૬ સ્ત્રી કુલ – ૧૧૮૮ મતદારો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!