DANGGUJARAT

ડાંગ જિલ્લાના ગામડાઓમાં મધ્યમ સ્વરૂપે કમોસમી વરસાદ પડતા ખેતીપાકમાં નુકસાની વેઠવાની નોબત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં મોડી સાંજે મધ્યમ સ્વરૂપેનો કમોસમી વરસાદ પડતા માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળવાની સાથે  ખેતીપાકમાં નુકશાની થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ક્યાંક વાદળછાયુ વાતાવરણ તો ક્યાંક કમોસમી વરસાદ પડી રહ્યો છે.ડાંગ જિલ્લામાં મંગળવારે દિવસ દરમ્યાન ક્યાંક વાદળછાયુ વાતાવરણ તો ક્યાંક હળવા વરસાદી અમીછાટણા પડ્યા હતા.જેમાંય ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં મોડી સાંજનાં સાડા છ વાગ્યાથી કમોસમી વરસાદની હેલીઓ શરૂ થતા સમગ્ર પંથકનાં માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી.સાપુતારા પંથકમાં મોડી સાંજથી શરૂ થયેલ કમોસમી વરસાદનાં પગલે ખેડૂતો સહિત જનજીવનમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.સાપુતારા પંથકમાં વરસાદી માહોલનાં પગલે ચોમાસા જેવો માહોલ સર્જાતા જનજીવન દ્વિધામાં મુકાયુ હતુ.વરસાદી માહોલનાં પગલે ખેડૂતોનાં સ્ટ્રોબેરી, ફળફળાદી, શાકભાજી સહિત ઉભા પાકોને જંગી નુકસાન થયુ હતુ.

Back to top button
error: Content is protected !!