GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જાંબુડીયા ગામ નજીક રોડ ઉપર રીક્ષા ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે અકસ્માત 

મોરબીના જાંબુડીયા ગામ નજીક રોડ ઉપર રીક્ષા ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે અકસ્માત

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાંબુડીયા નજીક રીક્ષાના ચાલકે પોતાની રીક્ષા બેદરકારી સાથે ચલાવી રોડની સાઈડમાં ઉભેલ ટ્રેક્ટર ટ્રોલીની પાછળ ભટકાડી અકસ્માત સર્જી રીક્ષામાં બેસેલ મૂળ એમપીના વતનીનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ નીપજ્યું હતું જે અકસ્માત અંગેની મરણ જનારના સગા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ જાંબુડીયા ગામની સીમ સોરોના સેનેટરીવેર શ્રીનીલકંઠ ઇન્ડસ્ટ્રીઝ ગેઇની સામે રોડ ઉપર ગત તા.૦૮ ઓક્ટો.૨૦૨૩ના રોજ રીક્ષા ચાલક આરોપીએ પોતાના હવાલાની રીક્ષા રજી.નં.GJ-36-U-9196 પુરઝડપે અને માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફીકરાયથી ચલાવી રોડની સાઇડમાં ઉભેલા અજાણ્યા ટ્રેક્ટરની ટ્રોલીની પાછળના ભાગે ભટકાડી વાહન અકસ્માત કર્યો હતો. જે અકસ્માતમાં રીક્ષામાં પેસેન્જર તરીકે બેસેલ રાધેશ્યામ સીતારામ સુર્યવંશી ઉવ-૩૨ રહે.હાલ નવાઢુવા તા.વાંકાનેર મુળરહેવાસી કોટડા બહાદુર તાલુકો સીતામુંહ જી.મંદસૌર મધ્યપ્રદેશને શરીરે, માથામાં તથા પેડુના ભાગે ગંભીર ઇજાઓમાં મૃત્યુ નીપજ્યું હતું. જે સમગ્ર અકસ્માતના બનેલ બનાવમાં મરણ જનારના સગા રણજીતભાઇ રમણલાલ મનીયાભાઇ માવી ઉવ-૪૨ રહે.હાલે નવાઢુવા રામમંદીર સામે ભાડેના મકાનમાં મુળગામ રીંગોલ પીપરાવ ફળીયુ પોસ્ટ રીંગોલ તા.ભાંભરા જી.અલીરાજપુર એમપી દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ તથા MV ACT કલમ-હેઠળ ગુન્હો નોંધી તાપસ હાથ ધરી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!