BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા જિલ્લાની ડીસા આદર્શ હાઈસ્કૂલની ભાઈઓની ટીમ રાજ્ય કક્ષાની બેઝબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બનેલ

15 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલી આદર્શ હાઇસ્કુલ ખાતે તાજેતરમાં રાજય કક્ષાની અંડર 19 બેઝબોલ ભાઈઓની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી ડીસાની આદર્શ હાઈસ્કૂલની ટીમે પણ ભાગ હતો. જ્યારે સમગ્ર રાજયમાંથી કુલ ભાઈઓની 32 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ડીસા આદર્શ હાઈસ્કૂલની ટીમ ફાઈનલ સુધી પહોંચીને વલસાડ ટીમ સામે ફાઇનલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વલસાડને 6-0 થી હરાવી સમગ્ર રાજયમાં આદર્શ હાઈસ્કૂલની ટીમે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ અને સ્ટેટ ચેમ્પિયન બનેલ. આ સ્પર્ધા દરમ્યાન ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર પાંચ ખેલાડી ભાઈઓની નેશનલ કક્ષાએ પસંદગી કરવામાં આવી છે.આ અંગે ટીમના કોચ હરેશ પવાયાએ જણાવ્યું હતું કે, ભાઈઓની રાજ્ય કક્ષાની બેઝબોલ સ્પર્ધામાં કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ડીસા આદર્શ હાઇસ્કુલની ટીમ ફાઇનલમાં પહોંચીને 6- 0 થી વલસાડની ટીમને હરાવી ચેમ્પિયન બની શાળા અને ડીસાનું ગૌરવ વધાર્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!