ARAVALLIGUJARATMODASA

અરવલ્લીઃનંબર પ્લેટ વિના વાહન ડિલીવર નહીં કરવાના નિયમો નેવે મુકી મનમાની કરતા વાહન ડિલરો દંડાયાઃઆરટીઓએ કડક થવાની જરૂર*

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

*અરવલ્લીઃનંબર પ્લેટ વિના વાહન ડિલીવર નહીં કરવાના નિયમો નેવે મુકી મનમાની કરતા વાહન ડિલરો દંડાયાઃઆરટીઓએ કડક થવાની જરૂર*

ગુજરાતના વાહન વ્યવહાર વિભાગે નવા વાહનોના રજીસ્ટ્રેશન ની કામગીરી ડીલરોને સોંપી છે ગ્રાહક જ્યારે નવું વાહન ખરીદે ત્યારે ડીલર દ્વારા નંબર પ્લેટ લગાવીને વાહનની ડીલેવરી કરવાનું સરકાર દ્વારા નક્કી કરાયું છે પરંતુ અરવલ્લીના મોડાસા ખાતે ડીલરો દ્વારા નિયમો નેવે મૂકીને પોતાની મનમાની કરી રહ્યા છે તાજેતરમાં અરવલ્લી ટ્રેક્ટર એસોસિયેશન દ્વારા કુબોટો કંપની ના ઓથોરાઈઝ હિંમતનગરના ડીલર સહારાએ રજીસ્ટ્રેશન વગર ખોટા નંબરો લગાવી ટ્રેક્ટરો ડીલેવરી કર્યા હોવાની લેખિત ફરિયાદ મોડાસા આરટીઓને કરેલ જેની તપાસ હિંમતનગર આરટીઓ કરી રહ્યા છે બીજા બનાવવાની વાત કરીએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટ્રેક્ટરની અવની ઓટો એ નંબર પ્લેટ વગર બે ટ્રેક્ટરની ડીલેવરી કરતા આરટીઓએ ચેકિંગ દરમિયાન પકડી પાડી એચએસઆરપી એટલે કે નંબર પ્લેટ નો દંડ વસૂલ કરેલ છે જે સ્પષ્ટપણે ટ્રેક્ટર ડીલર ની ગેરરીતી જોવા મળી રહી છે જે સંદર્ભે આરટીઓ મોડાસાએ અવની ઓટોને નોટિસ ફટકારી છે જેનો ખુલાસો ત્રણ દિવસમાં કરવામાં જણાવેલ છે સમગ્ર મામલો કમિશનર સુધી પહોંચે તો ઉપરોક્ત અવની ઓટો સામે ટ્રેડ સર્ટિફિકેટ અને અન્ય બાબતે કાયદેસરની કાર્યવાહી થઈ શકે તેમ છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!