GUJARATJETPURRAJKOT

Rajkot: વોલ પેઇન્ટિંગ સ્પર્ધા દ્વારા મતદાતા જાગૃતિનો નવતર પ્રયાસ

તા.૨૩/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

દક્ષિણ મામલતદાર કચેરી ખાતે વોલ પેઇન્ટિંગ સ્પર્ધામાં ૨૧ આર્ટિસ્ટે ઉત્સાહભેર ૧૬ સર્જનાત્મક ભીંત ચિત્રો દ્વારા આપેલો મતદાતા જાગૃતિ અને મતદાન અવશ્ય કરવાનો સંદેશો

Rajkot: આગામી લોકસભા ચૂંટણી – ૨૦૨૪માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ પાર્ટીસિપેશન એન્ડ ઇલેક્ટોરાલ પાર્ટીસિપેશન- SVEEP) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મૂછારનાં માર્ગદર્શન હેઠળ વિવિધ રીતે મતદાતા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાતા જાગૃતિ માટે વિધાનસભા મતવિસ્તાર ૭૦ રાજકોટ દક્ષિણના મદદનીશ ચુંટણી અધિકારીશ્રીના દિશાનિર્દેશ અનુસાર મામલતદારશ્રી(રાજકોટ શહેર – દક્ષિણ)ની કચેરી દ્વારા સ્વીપ અને ઇન્વિસીબલ એન.જી.ઓ.ના સંયુક્ત ઉપક્રમે વોલ પેઇન્ટિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી.

વોલ પેઇન્ટિંગ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરોના ૨૧ કલાકારોએ ઉત્સાહભેર મતદાતા જાગૃતિ માટેના સંદેશો આપતા કલાસભર અને આકર્ષક ચિત્રો બનાવ્યા હતા, જેમાં મતદાનની આવશ્યકતા, અચૂક મતદાન કરવાનો સંકલ્પ વગેરે સંદેશાઓને ૧૬ દીવાલો પર સર્જનાત્મક અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે.

પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર તથા મામલતદાર શ્રી જે.વી. કાકડિયાના સરાહનીય પ્રયાસોના ભાગરૂપે રાજકોટમાં શહેર દક્ષિણ મામલતદારશ્રીની કચેરીની દીવાલો પર તૈયાર કરાયેલા આ ભીંત ચિત્રો રાજકોટના મતદારોને લાંબો સમય સુધી મતદાતા જાગૃતિના સંદેશાઓ આપતી રહેશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!