BANASKANTHAGUJARATPALANPUR

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને ચૂંટણીના નોડલ ઓફિસરોની તાલીમ યોજાઇ

29 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા  બ્‍યુરો

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્‍વયે જીલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્‍યક્ષસ્‍થાને પાલનપુર મુકામે ચૂંટણીના નોડલ ઓફિસરોની તાલીમ યોજાઇ હતી. ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા દરેક નોડલ ઓફિસરને સોંપવામાં આવેલ જવાબદારી તેઓ સારી રીતે નિભાવે તે માટે તાકીદ કરવામાં આવ્યા હતા. ચૂંટણી કામગીરીમાં રોકાયેલ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કર્યા બાદ તમામ કર્મચારીઓની તાલીમ આપવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું. લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ની વિવિધ કામગીરીની ફરજો બજાવવા માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ૨૪ જેટલાં નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવેલી છે. આ નોડલ ઓફિસરોને ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા ચૂંટણી ખર્ચ નિયંત્રણ અને ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલા અધિકારીઓ, કર્મચારીઓને તાલીમ આપવી, ચૂંટણી માટે સ્ટાફ પુરો પાડવો, મેનપવાર મેનેજમેન્ટ, પોસ્ટલ બેલેટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, ચૂંટણી પંચની પ્રવર્તમાન સુચનાઓ અનુસાર કાયદો અને વ્યવસ્થાની તમામ પ્રકારની કામગીરી, મતદાન માટે સમયસર રૂટ મુજબ વાહનો પહોંચાડવા, ચૂંટણી બાબતે જરૂરી મુજબના ફોર્મ, સ્ટેશનરી અન્ય સામગ્રી મેળવવી, સ્વીપની કામગીરી, MCMCની કામગીરી, આરોગ્યની કામગીરી, આદર્શ આચારસંહિતને લગતી સુચનાઓનું પાલન અને અમલીકરણ કરાવવુ સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ.કે.ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઈ શેખ સહિત નોડલ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!