GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના સમાં ગામે જુગાર ની રેડ તે પડાવી છે એની અદાવતે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા એક ઈસમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

તારીખ ૨૧/૦૮/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સમાંગામમાં ગત દિવસોમાં ખુલ્લા ખેતરોમાં ટોળુંવળી જુગાર રમતાં નવ આરોપીઓ વિરુદ્ધ કાલોલ પોલીસે ફરીયાદ નોંધી હતી. જે નવ આરોપી માંનાં એક આરોપીએ પોલીસ રેડની શંકારાખી ગામના એક નાગરીક પર તીક્ષ્ણ હથીયાર ( છરા ) વડે હુમલો કરી જમીન પર પાડી માથાનાં ભાગે છરોમારી દેતાં માથાનાં અને હાથનાં કોણીનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના સમાગામમાં રહેતાં મનહરસિંહ અમરસિંહ ચાવડા (ઉ.વ.૬૫) નાં ઓએ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદનાં આધારે ગત ૧૫ ઓગસ્ટના રોજ સમાગામે જુગાર રમતાં આરોપીઓને કાલોલ પોલીસે ગામની સીમમાં આવેલાં ખુલ્લા ખેતરોમાંથી નવ ઈસમોને પાનાપતાનો હારજીતનો જુગાર રમતાં ઝડપી પાડી કાલોલ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધી હતી. જેની શંકાના આધારે ગામના વિજય ઉર્ફે બાબુ જશવંતભાઈ સોલંકી નાંઓએ ૧૮ ઑગસ્ટ નાં સાંજે અંદાજીત પાંચ વાગ્યાની આસપાસ મનહરભાઈ નાં ફોન નંબર ઉપર ફોન કરી નામ પૂછતાં મનહરભાઈએ નામ અને કામ પૂછતાં આરોપી એ ફોન કટ કરી દિધો હતો.તારીખ ૧૯ ઓગસ્ટના રોજ મનહરભાઈ ગામની સીમમાં આવેલા ખેતરોમાં તેમની પાસેની મોટર સાઈકલ લઈને ખેતરેથી ખેતરનું કામ પુર્ણ કરી ઘરે પરત ફરતા ભાદરોલી રોડનાં નાકા પાસે રસ્તામાં ગામના વિજય ઉર્ફે બાબુએ મનહરભાઈ ને રોકી ઊભા કરી દિધો હતો. અને હાથમાં છરો લઈ આવેલ આરોપી કહેતો હતો કે તમે ચાર પાંચ દિવસ પહેલા તમોએ પોલીસ ને જાણ કરી અમોને જુગાર રમતાં પકડવ્યા હતાં અને અવાર નવાર અમારા ઘેર પણ પોલીસ રેડ કરવવાનું જણાવી મોટર સાઈકલ પર સવાર મનહરભાઈ ને ધક્કો મારતા મનહરભાઈ જમીન પરનાં રોડ પર પડી જતાં તેમનાં હાથનાં કોણીનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે જમીન પર પડેલ મનહરભાઈ ઊભા થવા જતાં વિજય ઉર્ફે બાબુ એ પોતાનાં હાથમાં લઈ આવેલ તિક્ષણ હથીયાર ( લોખંડનો છરો ) માથાનાં ભાગે મારી લોહીલુહાણ કરી દેતાં બુમાંબુમ કરતાં પાસેનાં ખેતરોમાં કામ કરતાં લોકો દોડી આવ્યાં હતાં. જેમને વિજય ઉર્ફે બાબુ ને સમજાવી ઘરે મોકલ્યો હતો ત્યારે આરોપીએ જતાં જતાં જાનથી મારી દેવાની ધમકી આપી હતી.જોકે આસપાસના લોકો આવી પહોંચ્યાં હતાં. ઈજાગ્રસ્તને માથાનાં અને હાથના ભાગે ગંભીર ઇજાઓ જણાતા તત્કાલીન મોટરસાઇકલ પર દવા સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતાં. જોકે ઈજાગ્રસ્તને ગંભીર ઈજાઓ પહોંચતા કાલોલ તબીબ દ્વારા વઘુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. જેઓને ત્યાંના તબીબ દ્વારા હાથ ના કોણી ભાગમાં ઇજાઓથી ક્રેક ને કારણે ઓપરેશન કરવું અને માથાના ભાગે ગંભીર ઈજાઓથી ટાંકા લીધા હતા. હાલ તેઓને સારવાર અર્થે રાખવામા આવ્યા હોવાની કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંઈ છે. જેની તપાસ કાલોલ પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!