વાત્સલ્યમ્ સમાચાર
શિનોર પંથકના મુખ્ય મથક ગણાતા સાધલી તેમજ શિનોર નગર ખાતે હોળી નિમિત્તે ખજૂર. ધાણી ની હાટડીઓ માં ઘરાકી દેખાતા વેપારીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વાત કરીએ તો હિન્દુ સંસ્કૃતિ માં હોલિકા દહન નાં ત્યવ્હાર નો મહિમા અનેરો હોય છે.જેમાં લોકો ખજૂર ધાણી.મગફડી ની ખરીદી કરતા હોય છે અને હોળી પર્વની ઉજવણી કરતા હોય છે જ્યારે લાડુ જલેબી ની દુકાનોમાં ઘરાકીનો માહોલ જોવા મળ્યો હતો.
જ્યારે આવતીકાલના ધુળેટી પર્વ ને લઈ કલર તેમજ પિચકારીઓ ની પણ ઘરાકી દેખાઈ હતી.
જ્યારે આજરોજ હોળી નિમિતે શિનોર સાધલી નાં બજારોમાં ખજૂર ધાણી મગફળી ની ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.જેને લઇ વ્યપરીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ફૈઝ ખત્રી..શિનોર