RAMESH SAVANI

ભક્તિ યુવાનોને અવળી અને અંધારી દિશામાં લઈ જાય છે, તેનું આ ઉદાહરણ નથી?

વરસના અંતિમ દિવસે, 31 ડીસેમ્બર 2023ના રોજ, એક ચિંતાજનક સમાચાર મળ્યા છે. વારાણસી પોલીસે ગેંગ રેપના ત્રણ આરોપીને 60 દિવસ બાદ એરેસ્ટ કરેલ છે. આરોપીઓએ, 1 નવેમ્બર 2023ની રાત્રિમાં, IIT-BHUની એક વિદ્યાર્થીને ગન દેખાડી ગેંગ રેપ કર્યો હતો અને વિદ્યાર્થીનીને નગ્ન કરી વીડિયો શૂટ કર્યો હતો અને ધમકી આપી હતી કે ફરિયાદ કરીશ તો વીડિયો વાઈરલ કરીશું ! IIT-BHUના વિદ્યાર્થીઓએ 10 દિવસ સુધી વિરોધ પ્રદર્શન/ ધરણા કર્યા હતા. સરકારે કેમ્પસની ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી.
આરોપીઓ છે, કુણાલ પાંડેય/ આનંદ ઉર્ફે અભિષેક ચૌહાણ/ સક્ષમ પટેલ. પોલીસે ઘટનામાં ઉપયોગ કરેલ બુલેટ મોટરસાયકલ કબજે કરી છે. મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ ત્રણેય આરોપીઓ વારાણસી સત્તાપક્ષના IT Cellના હોદ્દેદાર છે. તેમની તસ્વીરો વડાપ્રધાન/ સત્તાપક્ષના પ્રમુખ/ મહિલા બાળ ક્લ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની સાથે છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
થોડાં પ્રશ્નો : [1] આ શરમજનક ઘટના વડાપ્રધાનના સંસદીય વિસ્તારમાં બની છે. આરોપીઓ સત્તાપક્ષના IT Cell સાથે સંયોજક તરીકે જોડાયેલાં છે. શું આ કારણસર પોલીસને આરોપીઓને એરેસ્ટ કરતા 60 દિવસ લાગ્યા હશે? IIT-BHUના વિદ્યાર્થીઓએ 10 દિવસ સુધી વિરોધ પ્રદર્શન/ ધરણા કર્યા ન હોત તો પોલીસ આરોપીઓને શોધત ખરી? [2] સત્તાપક્ષના MP બ્રિજભૂષણ સિંહ પાસેથી આરોપીઓએ પ્રેરણા મેળવી હશે? ગેંગ રેપના આરોપીઓને વહેલા જેલમુક્ત કરી, હારતોરા કર્યા, એમાંથી પ્રેરણા મેળવી હશે? માનસી સોનીનો પીછો કરી શકાય તો આવું અધમ કૃત્ય પણ કરી શકાય, એમ માની આરોપીઓએ આવું કૃત્ય કરેલ હશે? [3] આરોપીઓ સત્તાપક્ષ સાથે સંકળાયેલા છે, એનો અર્થ એ નથી કે વિપક્ષના નેતાઓ આવું નથી કરતા; પરંતુ ગુનેગારો સત્તાપક્ષ સાથે જોડાયેલા હોય ત્યારે પોલીસને તેમાં બ્રિજભૂષણ સિંહ કેમ દેખાય છે? [4] ત્રણેય આરોપીઓ સત્તાપક્ષ સાથે જોડાયેલ છે, તેથી તમામ ગોદી મીડિયા ચૂપ છે; માની લો કે આ આરોપીઓ કોંગ્રેસ સાથે જોડાયેલ હોત તો ગોદી મીડિયાએ કાળો દેકારો કરી મૂક્યો હોત ! ગોદી મીડિયા સત્તાપક્ષને સવાલ ભલે ન પૂછે, પરંતુ શરમજનક કૃત્યો કરનારની લાજ શામાટે કાઢે છે? [5] વડાપ્રધાન ‘નારી વંદના’/ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’/ મહિલા સશક્તિકરણની વાત કરે છે, પરંતુ યૌન શોષણની FIR નોંધાવવા સુપ્રિમકોર્ટ સુધી દેશને ગૌરવ અપાવનાર મહિલા પહેલવાનોને જવું પડે, ખેલરત્ન એવોર્ડ પરત કરવો પડે તેવી સ્થિતિ ઊભી થાય તે શરમજનક નથી? કથની અને કરણી વચ્ચે આટલો વિરોધાભાસ કેમ? [5] ઉત્તરપ્રદેશમાં ‘એન્ટિ રોમિયો યુનિટ’ની બહુ વાહવાહી થઈ હતી, જો એની અસરકારકતા હોય તો આરોપીઓ 60 દિવસ સુધી ચિંતામુક્ત રહે? [6] આ ઘટના કોઈ નિર્જન જગ્યાએ બની ન હતી પણ BHUના કેમ્પસમાં બની હતી, શું શૈક્ષણિક સંસ્થાઓ પણ ભયમુક્ત નથી? [7] સત્તાપક્ષનો IT Cell પોતાની ટ્રોલ સેનાને ‘તારી માં… તારી બહેન…’ એવું જ શિખવાડે છે. આવી માનસિક ગંદકી ફેલાવનાર આખરે ગેંગ રેપના ગુનાઓ કરે છે. ખાડો ખોદે તે પડે ! વાવે તેવું લણે ! વડાપ્રધાનની ભક્તિ યુવાનોને અવળી અને અંધારી દિશામાં લઈ જાય છે, તેનું આ ઉદાહરણ નથી? શું યુવાનોએ ચેતવાની જરુર નથી?rs

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!