GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસે જાહેર રસ્તાઓ ઉપર અડચણ‌રૂપ રખડતા ઢોરો ને પકડી સુરક્ષીત પાંજરાપોળ મોકલ્યા

તારીખ ૨૩/૦૮/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનનરીક્ષક આર.વી.અસારી‌ નાઓએ‌ તેમજ‌ પોલીસ‌ અધીક્ષક‌ હીમાંશુ‌ સોલંકી‌ પંચમહાલ‌ ગોધરા‌ નાઓએ‌ અત્રેના‌ જીલ્લામાં જાહેર રસ્તાઓ‌ ઉપર‌ બીનવારસી‌ હાલતમાં‌ રખડતા‌ ઢોરોને કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોય તેમજ અકસ્માત થવાની શકયતાઓ રહેલી હોય જે બાબતે કાર્યવાહી કરવા સુચનાઓ અને જરુરી‌ માર્ગદર્શન આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ હાલોલ‌ તથા‌ સર્કલ પોલીસ‌ ઈન્સ્પેકટર‌ કે.પી.ખરાડી ગોધરા સર્કલ નાઓએ સુચના આપેલ હોય જે આધારે એસ.એલ.કામોળ પો.સ.ઈ.વેજલપુર પોલીસ સ્ટેશન તથા‌ પોલીસ‌ સ્ટાફના‌ માણસો સાથે વેજલપુર‌ ટાઉન વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વેજલપુર ટાઉન વિસ્તારમાંથી પસાર‌ થતા‌ ગોધરા-વડોદરા હાઈવે રોડ ઉપર તેમજ અંતરીયાળ જાહેર રસ્તાઓ ઉપર અલગ અલગ જગ્યાઓએ કેટલાક પશુઓ છુટાછવાયાં રખડતા તેમજ જાહેર રસ્તાઓ ઉપર ટ્રાફિક ને નડતરરૂપ થતા મળી આવેલ જેમાં ગાય‌ નંગ-૪, વાછરડી‌ નંગ-૩,વાછરડા‌ નંગ-૩‌ મળી કુલ-૧૦‌ પશુઓ મળી‌ આવેલ‌ હોય‌ તેમજ‌ તેઓના‌ કારણે‌ વાહન‌ અકસ્માત‌ થવાની‌ શક્યતાઓ‌ હોય‌ તે ઓને‌ ઢોર‌ અપપ્રવેશ‌ અધિનિયમ ૧૮૭૧‌ ની‌ કલમ‌ ૧૧‌ મુજબ ડીટેઈન કરી જીવદાયા ટ્રસ્ટ પાંજરાપોળ પરવડી‌નો‌ સંપર્ક કરી‌ ઢોર‌ વહન‌ કરવાનો‌ ડબ્બો‌ મંગાવી‌ તેમા‌ ભરાવી‌ સુરક્ષીત‌ રીતે‌ પાંજરાપોળ‌ પરવડી‌ ખાતે‌ મોકલી આપવામાં આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!