HALOLPANCHMAHALUncategorized

હાલોલ:બિમાર માતાને દિકરો નશો કરીને મારઝુડ કરતા હાલોલ 181 અભયમ ટીમ મદદે પહોંચી.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૨.૨.૨૦૨૪

કાલોલ તાલુકાના એક ગામમાંથી એક મહિલાની મદદ માટે થર્ડ પાર્ટી દ્વારા કૉલ આવેલ અને જણાવેલ કે એક મહિલા અને તેના પતિને તેનો દીકરો મારપીટ કરી ધરમાંથી બહાર કાઢી મુકેલ છે.જેને લઇ 181 અભયમ નાં કાઉન્સેલર ટીમ સહિત ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિતા મહિલા સાથે વાત કરી મહિલા મજૂરી કામ કરી ઉછેરેલ પુત્ર દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાથી હેરાન થતાં માતાએ પોતાની આપવીતી જણાવતા અભયમ ટીમ હાલોલ દ્વારા પુત્રનું અસરકારક કાઉન્સિલીંગ કરતા હવે પછી કોઈ પણ હેરાનગતિ નહિ કરવાની ખાત્રી આપી હતી.જ્યારે મહિલાને કેન્સરની બિમારી અને બીજી પણ બિમારી હોવા છતાં પતિ સાથે રહી દિકરા માટે ખુબજ મહેનત કરી તેના એક દિકરા ને મોટો કર્યો હતો. દિકરા નાં લગ્ન પણ થયેલા નથી.કામ ધંધો કરતો નથી અને દારૂ પીને ઘરમાં વસ્તુઓની તોડફોડ કરી માતા પિતાને મારઝુડ કરતો હતો.તેમજ ગામ માં પણ લોકો સાથે ઝઘડા કરતો હતો.181 અભયમ ટીમ ના કાઉન્સેલર દ્વારા અસરકારક કાઉન્સિલીંગ કરતા કામ ધંધો કરી કમાઈને માતા-પિતાને મદદરૂપ બનવાની ફરજનું ભાન કરાવ્યું હતું.તથા કાયદાનું પણ ભાન કરાવ્યું હતું.ત્યારબાદ પુત્રએ પોતાની ભુલ સ્વીકારી હતી.અને હવે પછી કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહિ કરું તેની ખાત્રી આપતા માતાએ 181 અભયમ ટીમનો ખૂબ જ હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!