MORBI:મોરબીના વેજીટેબલ રોડ પર વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો
મોરબી બી ડિવિઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર દરોડો પાડી આરોપીના રહેણાંક મકાનની પાછળ બાવળની ઝાડીમાં વેચાણાર્થે છુપાવી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૦ બોટલ સાથે આરોપીની અટક કરવામાં આવી હતી.
મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વેજીટેબલ રોડ ઉપર આરોપી કેશુભાઇ રમેશભાઇ દેગામાના રહેણાંક ઘરની પાછળ દરોડો પાડી બાવળની ઝાડીમાં વેચાણ કરવા માટે છુપાવી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૦ બોટલ કિ.રૂ.૨૮,૫૦૦/-ઝડપી લીધી હતી. આ સાથે આરોપી કેશુભાઇ રમેશભાઇ દેગામા ઉવ.૨૮ રહે- વેજીટેબલ રોડ, લાભનગરની બાજુમા, મોરબી-૨ની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી આરોપી વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.