GUJARATJETPURRAJKOT

Rajkot: આપણો વારસો આપણું ગૌરવ: સૌરાષ્ટ્રના સ્થાપત્યને ઉજાગર કરવા એક અનોખી પહેલ

તા.૨/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

“માય મોન્યુમેન્ટ સર્ચ” અંતર્ગત રાજકોટના ૩૦૦થી વધુ બાળકોએ નિબંધ-ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો

Rajkot: આજના ઝડપી યુગમાં વિશ્વ અંગે જાણકારી અને સાંસ્કૃતિક દ્રષ્ટીએ બાળકોને ઐતિહાસિક સ્મારકોનું જ્ઞાન આપવું જરૂરી છે. સૌરાષ્ટ્રના જે પ્રદેશો સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને દર્શાવતા ભવ્ય સ્મારકોની વિપુલતા ધરાવે છે, તેમના વિષે વિશે સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) રાજકોટએ “My Monument Search”ના શિર્ષક હેઠળ શહેરની શાળાઓમાં અનોખી સ્પર્ધાનું આયોજન કર્યું હતુ.

આ સ્પર્ધા હેઠળ રાજકોટની વિનોબા ભાવે માધ્યમિક શાળા નંબર ૯૩ અને રોઝરી સ્કુલ દ્વારા રાષ્ટ્રીય ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૩૦૦થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્રમાં આવેલ વિવિધ સ્મારકોનું ચિત્ર બનાવી તેના પર નિબંધ લખવાનો હતો જેથી, વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક વારસા અંગે જાગૃતિ આવે અને તેમની લેખનશક્તિ અને ચિત્રકળામાં વિકાસ થઇ શકે. આ સ્પર્ધા રાષ્ટ્રીય કક્ષાની હોવાથી વિદ્યાર્થીઓના નિબંધચિત્ર દિલ્લી કક્ષાએ મોકલ્યા બાદ તેઓને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરવામાં આવશે.

ઈન્ટેક (INTACH) રાજકોટના કન્વિનર આર્કિટેકશ્રી રિધ્ધિ શાહએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ઐતિહાસિક સ્મારકોને જાણવા બાળકો માટે ખુબ અગત્યનું છે. આ સ્મારકો આપણી ઓળખ, સહાનુભૂતિ અને સાંસ્કૃતિક પ્રશંસાને પ્રોત્સાહન આપે છે. ભૂતકાળની સંસ્કૃતિઓની જીત અને સંઘર્ષોને સમાવે છે, જે આપણા સામૂહિક ઇતિહાસમાં અમૂલ્ય આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. ભૂતકાળના અવશેષો સાથે જોડાઈને, બાળકો જટિલ વિચારસરણી, સહાનુભૂતિ તેમજ જટિલ ઐતિહાસિક કથાઓની ઊંડી સમજણ વિકસાવવા મદદરૂપ થાય છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ઈન્ટેક(INTACH) રાજકોટ ચેપ્ટર ટીમે જહેમત ઉઠાવી હતી. આયોજનમાં વિનોબા ભાવે શાળા નં ૯૩ નાં આચાર્યશ્રી વનિતાબેન રાઠોડ અને રોઝરી સ્કુલના આચર્યશ્રી વિશાલ વારીયાએ સહકાર આપ્યો હતો. આ સાથે શહેરની શાળાઓમાં સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાના રાજકોટ ચેપ્ટર અનુરોધ કર્યો છે અને વધુ માહિતી માટે + 78599 33791 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!