NATIONAL

અનંતનાગમાં સતત પાંચમા દિવસે સૈન્ય કાર્યવાહી યથાવત : 4 જવાન શહીદ

સતત પાંચમા દિવસ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં (Anantnag Encounter) સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ચાર જવાનો શહીદ થયા હતા. જિલ્લાના ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓએ સો કલાકથી વધુ સમય સુધી ચાલી રહેલા સર્ચ ઓપરેશન બાદ હાલ કોઈ ગોળીબાર થઇ રહ્યો નથી. જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે શું આતંકવાદીઓ સુરક્ષા દળો દ્વારા માર્યા ગયા છે કે ત્યાંથી ભાગી ગયા છે કારણ કે ગઈકાલે ડ્રોનમાં એક ફૂટેજ કેદ થઇ હતી જેમાં આતંકીઓ પોતાનો જીવ બચાવવા ભાગતા જોવા મળી રહ્યા છે. ઉપરાંત ગઈકાલે સેનાને એક મોટી સફળતા મળી હતી જેમાં 3 આતંકીને ઢેર કરવામાં આવ્યા હતા.
ઉબડખાબડ વિસ્તારથી લઈને ખરાબ હવામાન સુધી, અનંતનાગનો એન્કાઉન્ટર વિસ્તાર અત્યાર સુધી સુરક્ષા દળો માટે અનુકૂળ રહ્યો નથી, પરંતુ સુરક્ષા દળોએ હુમલા ચાલુ રાખ્યા છે. આતંકવાદીઓનો શિકાર કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે હજુ આ વિસ્તારમાં આતંકવાદીઓની સંખ્યા બે-ત્રણ હોઈ શકે છે અને તે બધા લશ્કર-એ-તૈયબાના આતંકવાદી જૂથના છે, જે ગડોલના જંગલોમાં એક ગુફામાં છુપાયેલા છે. આ વિસ્તાર તેમના માટે યોગ્ય છે. ગાઢ જંગલો, ટેકરીઓ અને કોતરો આ વિસ્તારને અત્યંત જોખમી બનાવે છે. આ વિસ્તાર પીર પંજાલ શ્રેણી સાથે પણ જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે છુપાયેલા આતંકવાદીઓમાંથી એક ઉઝૈર ખાન છે, જે વિસ્તારમાં સક્રિય છે અને તે વિસ્તારથી સંપૂર્ણ રીતે વાકેફ છે. તે ગયા વર્ષે લશ્કર-એ-તૈયબામાં જોડાયો અને એક વર્ષમાં તે જૂથનો કમાન્ડર બની ગયો.

સુત્રો પરથી મળતી જાણકારી અનુસાર, હાજર આતંકવાદીઓ જંગલ અને ઊંચાઈ પરના યુદ્ધમાં સારી રીતે પ્રશિક્ષિત છે અને લાંબી લડાઈ માટે તૈયાર છે. આવા ખતરનાક ભૌગોલિક વિસ્તારમાં લોજિસ્ટિક્સ સ્થાપિત કરવામાં લાંબો સમય લાગી શકે છે. અહીં 100 કલાકમાં, સૈનિકોએ સેંકડો મોટર શેલ અને રોકેટ છોડ્યા છે અને હાઇ-ટેક સાધનો વડે શંકાસ્પદ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ક્વોડકોપ્ટર અને ડ્રોન દ્વારા આતંકવાદીઓની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. આર્મી નોર્ધન કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગઈકાલે એન્કાઉન્ટર સ્થળની મુલાકાત લીધી હતી અને ડ્રોન અને લાઈવ ફાયર સહિતના અદ્યતન ઉપકરણોનો ઉપયોગ આતંકવાદીઓ સામે કેવી રીતે થઈ રહ્યો છે તેની માહિતી આપવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!