GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સુડવેલ સોસાયટીમાં પ્રાથમિક સુવિધા પ્રશ્ને રજૂઆત

તા.12/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ શહેરના અમુક છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની ફરીયાદો ઉઠવા પામી છે ત્યારે પાલિકાના વોર્ડ નં.6માં કોઠારીયા રોડ પર આવેલ સુડવેલ સોસાયટીના રહિશોએ પ્રાથમિક સુવિધાઓ ન મળતા જીલ્લા કલેકટર તેમજ પાલિકા કચેરી ખાતે લેખીત રજુઆત કરી હતી અને યોગ્ય ઉકેલ નહિં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ પાલિકાના વોર્ડ નં.6 માં કોઠારીયા રોડ પર આવેલ સુડવેલ સોસાયટીમાં અંદાજે 500 થી વધુ પરિવારો વર્ષોથી વસવાટ કરે છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા રોડ, રસ્તા, ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી ત્યારે આ અંગે સ્થાનીક સદ્દસ્યોને પણ અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તાર સાથે શરૂઆતથી જ ભેદભાવ રાખી ઓરમાયું વર્તન કરતાં હોવાનો પણ સ્થાનીકોએ આક્ષેપ કર્યો હતો દર વખતે સ્થાનીક સદ્દસ્યો ચુંટણી ટાણે મત માંગવા આવે છે પરંતુ જીતી ગયા બાદ સુડવેલ સોસાયટીમાં ફરકતા પણ ન હોવાનું રહિશોએ જણાવ્યું હતું જ્યારે અનેક વખત રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં મોટીસંખ્યામાં રહિશો એકત્ર થયા હતાં અને જીલ્લા કલેકટર તેમજ પાલિકા કચેરી ખાતે પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ઉગ્ર રજુઆતો કરી હતી અને આગામી દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!