GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા નજીકના એક ગામમાં પત્નીને ત્રાસ આપી મારઝુડ કરતા 181 અભ્યમ્ ટીમ પહોંચી મદદે

તારીખ ૦૫/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા ના નજીકના વિસ્તારમાંથી પરણિતાનો કોલ આવતા જણાવેલ કે મારાં પતિને બીજી મહિલા સાથે પ્રેમ સબંધ છે જેના કારણે મારી સાથે ઝગડો કરી મારપીટ કરે છે જેથી મદદ માટે કોલ આવેલ જેથી પંચમહાલ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરણિતા સાથે વાતચીત કરતા જણાવેલ કે અમારા લગ્નને ૧૩ વર્ષ થયાં છે સંતાનમાં ૩ બાળકો છે. મારાં પતિ ને ગામમાં જ બીજી મહિલા સાથે પ્રેમ સબંધ હોવાથી તે અવાર નવાર મારી સાથે ઝગડો કરી મને મારપીટ કરે છે તેઓ ઘરની કોઈ પણ જવાબદારી ઉઠાવતા નથી.હું છૂટક મજૂરી કરી મારું તેમજ મારાં બાળકોનું ભરણપોષણ કરું છું.મારાં પતિને મેં સમજાવવાની બોવ કોશિશ કરી પરંતુ તે સમજવા તૈયાર ના હોવાથી હું સામેવાળી મહિલાને સમજાવવા ગઈ. તો તે મહિલાએ મારી સાથે ઝગડો કરી મને અપશબ્દો બોલી. મારાં પતિ પણ તે મહિલાના ઘરે આવી મને ત્યાંથી મારતા મારતા ઘરે લાવ્યા. અને હું તેને નહિ છોડું તારે બધું સહન કરીને રહેવું પડશે તેવી ધમકી આપવા લાગ્યા. જેથી મેં ૧૮૧ પર જાણ કરી ૧૮૧ અભયમ ટીમ દ્વારા પરણિતાના પતિનું અસરકારક કાઉન્સિલિંગ કરી કાયદાકીય સમજ આપી. પરંતુ તે ફૂલ નશાની હાલતમાં હતાં તેમજ જણાવતા હતાં કે મારાં લગ્નને ૧૩ વર્ષ થયાં અને મારાં પ્રેમ સબંધ ને અંદાજે ૧૫ વર્ષ ઉપર થઇ ગયા છે.જેથી હું તે મહિલાને કેવી રીતે ભૂલું. આમ કરી તે કંઈપણ સમજવા તૈયાર ન હતાં.જેથી પરણિતાનું કાઉન્સિલિંગ કરી તેમને કાયદાકીય સમજ આપી. પરણિતાના પતિ અવાર નવાર ઝગડા કરી મારપીટ કરતા હોવાથી તેમને આગળ લીગલી કાર્યવાહી કરવી હતી જેથી તેમને વેજલપુર પોલીસ સ્ટેશન એપ્લિકેશન આપવેલ. પરણિતાએ તેમના પતિને સુધારવા માટે માહિતી માર્ગદર્શન આપવા બદલ અને સમયસર મદદ પહોંડવા બદલ ૧૮૧ અભયમ ટીમ નો આભાર વ્યક્ત કર્યો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!