GUJARATSURENDRANAGARWADHAWAN

સખી મંડળના માધ્યમથી આર્થિક રીતે પગભર બની પરિવારને મદદરૂપ થતા અંકિતા માલવણીયા

પ્રધાનમંત્રીનાં મન કી બાત કાર્યક્રમમાં સખીમંડળની ચર્ચા સાંભળી સખીમંડળ રચવા પ્રેરાતા અંકિતાબેન માલવણીયા

તા.07/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાનાં અધ્યક્ષ સ્થાને મંગલભુવન વઢવાણ ખાતે ‘વિકસિત ભારત વિકસિત ગુજરાત’ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વઢવાણ તાલુકાના વાઘેલા ગામના વતની રાધે કૃષ્ણ મિશન મંગલમ સખી મંડળના અંકિતાબેન માલવણિયા એ સ્વ સહાય જૂથ થકી પોતાને મળેલ સફળતા અંગે વાત કરી હતી આ તકે અંકિતાબેન કહ્યું હતું કે હું જ્યારે સખી મંડળમાં નહોતી જોડાયેલી ત્યારે કોઈને આર્થિક જરૂરિયાત હોય અથવા મને પણ ક્યારેક આર્થિક સંકળામણ હોય ત્યારે ખૂબ સંકોચ થતો હતો પછી ત્યાર બાદ મેં એકવાર પ્રધાનમંત્રીશ્રીનાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં સખીમંડળની બહેનોને ચર્ચા વિચારણા કરતી જોઈ તો મને પણ થયું કે આ સખીમંડળ વળી છે શું ? આ સખી મંડળ વિશેની જાણકારી મેળવવાની મારી ઉત્સુકતા વધી અને મેં મિશન મંગલમની ઓફિસનો સંપર્ક કર્યો મિશન મંગલમની ઓફિસનો સંપર્ક કરવાથી મને સખી મંડળ, સ્વ સહાય જૂથની રચના બાબતની જાણકારી મળી અને મેં મારા ગામમાં રાધે કૃષ્ણ મિશન મંગલમ નામનું સખીમંડળ શરૂ કર્યું સખી મંડળની બચત વિશે વાત કરતા અંકિતાબેન જણાવે છે કે, અમે અમારા મંડળની બહેનો દ્વારા મહિને રૂપિયા ૧૦૦ની બચત કરીને આ મંડળની શરૂઆત કરી હતી ત્રણ મહિના પછી અમને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧૫ હજારની સહાય મળી હતી ત્યાર બાદ વી.ઓ. તરીકે અમને રૂપિયા ૧ લાખ ૫૦ હજારનું કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યું હતું અને પછીરૂપિયા ૧ લાખની સીસી લોન પણ આપવામાં આવી હતી રાધે ક્રિષ્ના મંડળને મળેલ લોનના ઉપયોગ અંગે જાણકારી આપતા અંકિતાબેન કહે છે કે, આ લોનથી મંડળની બહેનોએ ભરતગુંથણ, સિલાઈકામ જેવા નાના મોટા ધંધાઓ શરૂ કર્યા અને તેમાંથી વેચાણ કરી અને અમે નફો પણ મેળવવા માંડ્યા અને આર્થિક રીતે પરિવારને પણ મદદરૂપ થયા પોતાના અનુભવ વિશે વાત કરતા અંકિતાબેન જણાવે છે કે, સખી મંડળના કાર્યક્રમમાં જવાથી મને નમો ડ્રોન દીદી યોજના વિશે જાણકારી મળી અને આ નમો ડ્રોન દીદી યોજનામાં તાલુકા લેવલે મારું ઇન્ટરવ્યૂ થયું હતું અને એમાં મારી પસંદગી કરવામાં આવી હતી નમો ડ્રોન દીદીમાં પસંદગી થવાથી અમને અમદાવાદ indus યુનિવર્સિટીમાં તાલીમ આપવામાં આવી હતી અને આ તાલીમ પૂરી થયા બાદ ડ્રોનનું રિમોટ આપવામાં આવ્યું હતું પોતાની ખુશી વ્યક્ત કરતા અંકિતાબેન કહે છે કે, અમને નિશુલ્ક ડ્રોન આપવામાં આવ્યું છે આ ડ્રોનથી મારા ગામ અને આજુબાજુના ગામના ખેડૂતોને દવા છંટકાવ કરવામાં મદદરૂપ થઈશ આ ડ્રોન થકી પેસ્ટીસાઈડ દવાનો છંટકાવ કરીને મારા પરિવાર અને મારા સખી મંડળને આર્થિક રીતે વધુ મજબૂત બનાવીશ વધુમાં અંકિતાબેને આ ડ્રોનની તાલીમ અને આ ડ્રોન વિશેની જાણકારી તેમજ ડ્રોન આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!