MORBIMORBI CITY / TALUKO

મોરબીના જાણીતા ડોક્ટર પર 10% વ્યાજ વસુલવાની ફરિયાદ, પોલીસ મધ્યસ્થ બની કેશ પાછો ખેંચાવવાના મૂડ માં !!!

ગુજરાત સરકાર દ્વારા ગરીબોને ઊંચા દરે વ્યાજ આપી તેઓની પઠાણી ઉઘરાણી કરવાની વધતી ફરિયાદોના અનુસંધાને ગૃહ વિભાગ દ્વારા આવા વ્યાજ વટાવું ઓની ધરપકડ કરવા ખાસ ઝુંબેશ ચલાવી દરેક જિલ્લાઓમાં લોક ફરિયાદ કાર્યક્રમ યોજેલ જેમાં મોરબીમાં પણ ઘણી ફરિયાદો આવેલ તેમાંની એક ફરિયાદ મુજબ મોરબી વાલ્મિકી સમાજના લોકોને મોરબીના જાણીતા ડોક્ટર દ્વારા સામાન્ય વ્યાજે રૂપિયા આપવામાં આવેલ ત્યારબાદ ઉઘરાણી સમયે 8 થી 10% રૂપિયા વસૂલ કરતા હોવાનું મોરબી એ.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજીઓ કરવામાં આવેલ જેના અનુસંધાને મોરબી પોલીસના અમુક સ્ટાફ દ્વારા આ કેસ રફેદફે થાય કે પાછો ખેંચાય તે માટે ગતિવિધિઓ શરૂ કરી છે. આ પૂર્વે પણ આ ડોક્ટર પર વાલ્મિકી સમાજ ના અમુક લોકો દ્વારા પૈસાની લેતી દેતી અંગે પણ ફરિયાદ કરવામાં આવેલ.
સવાલ એ ઉભો થાય છે કે સરકાર જે રીતે વ્યાજ વટાવાળાઓને સબક શીખડાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે મોરબી પોલીસના અમુક કર્મચારીઓ વચેટિયાઓ બનીને ગુજરાત સરકારની આ મુહીમને નબળી પાડી વ્યાજ વટાવાળાઓને પ્રોત્સાહન આપી રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે, ખરેખર પોલીસ નું કામ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવાનું હોય છે ત્યારે હાલ અમુક કર્મચારીઓ ગુનાહિત પ્રવૃત્તિઓને સહયોગ આપીને વધુ મજબૂત રીતે ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા માટે ખુલ્લો દોર આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!