RAMESH SAVANI

Ramesh Savani : ‘પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રીવોલ્વર લટકતી હોવી જોઈએ !’

ધનબળ અને સત્તાપક્ષની અતિ ભક્તિના કારણે સમાજના સ્વઘોષિત નેતાઓ ભારે બકવાસ કરે છે.
31 ઓક્ટોબર 2023ના રોજ, આણંદ ખાતે ‘એક શામ સરદાર કે નામ’ લોકડાયરામાં સરદારધામના ‘પ્રધાન સેવક’ ગગજી સુતરિયાએ કહ્યું હતું : “યહૂદી સમાજ પાસેથી માત્ર પાટીદાર સમાજે નહીં પણ ભારતે શીખવા જેવું છે. પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ. પાટીદારો અને યહુદીઓના DNA એક સમાન છે. યહુદીઓ 88 લાખ છે, આપણે સવા કરોડ છીએ. જો એક થઈને રહીશું તો ધાર્યું કામ કરી શકીશું.”
થોડાં પ્રશ્નો : [1] શું સરદારના વારસદારો લોકડાયરા કરીને સરદારને યાદ કરે? ‘એક શામ સરદાર કે નામ’ આ નામ આયોજકોની સંકુચિત દ્રષ્ટિ સૂચવતું નથી? સરદારનું વ્યક્તિત્વ ડાયરા પર નિર્ભર નથી, એટલું પણ આયોજકો સમજતા નહીં હોય? [2] માની લઈએ કે પાટીદારો અને યહૂદીઓના DNA સરખા છે, તો પણ ‘પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ’ એવી સલાહ ઉચિત છે? જો દીકરીઓ કમરે રીવોલ્વર લટકાવશે તો ગુંડાઓ બબ્બે રીવોલ્વર લટકાવીને ફરશે, એનું શું? [3] શું ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ એટલી તળીએ ગઈ છે કે યુવતીઓને કમરે રીવોલ્વર લટકાવવી પડે? ગગજીભાઈ તો સત્તાપક્ષના અતિ પ્રશંસક છે, ભગત છે; તેથી તેઓ ડબલ એન્જિનની સરકારની નિષ્ફળતા સ્વીકારી શકે તેમ નથી; એટલે યુવતીઓને કમરે રીવોલ્વર લટકાવવા આહવાન કર્યું હશે? યુવતીઓને કમરે રીવોલ્વર રાખવી ન પડે/ યુવતીઓની નગ્ન પરેડ ન થાય તેવો સમાજ નિર્માણ કરવાને બદલે અવળી સલાહ આપવાનો કોઈ અર્થ ખરો? [4] ‘એક શામ સરદાર કે નામ’ કાર્યક્રમો રાખનાર/ વાતે વાતે ‘જય સરદાર’નો જયઘોષ કરનારા સ્ટેડિયમ પરથી સરદારનું નામ ભૂંસી નાખ્યું તે અંગે એક શબ્દ કેમ બોલી શકતા નહીં હોય? ‘આવું થવું જોઈતું ન હતું. અમે વિરોધ કરીએ છીએ’ આટલો ઠરાવ સરદારના નામે ઊભી થયેલી સંસ્થાઓ ન કરી શકે? શું સરદાર સ્વાર્થ સાધવાનું સાધન છે? [5] દંભ તો જૂઓ; ગગજીભાઈએ પાટીદાર સમાજને સંકલ્પ લેવડાવ્યો હતો કે ‘બિનજરૂરી ખર્ચાઓ અને રૂઢી રિવાજોમાંથી બચત કરીને યુવા શક્તિમાં દસ વર્ષ રોકાણ કરીશું. નાના મોટાનો ભેદ ભૂલીને અમારા સૌ બંધુ ભગીનીઓને જરૂરિયાતમંદ પરિવારોને ઉપયોગી થશું.’ સરદારધામનો એક કાર્યક્રમ બતાવો જેમાં લાખો રુપિયાનો ખર્ચ ન કર્યો હોય ! પોતાની વાહવાહી માટે સરદારધામનું મેગેઝિન, રીલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના મેગેઝિન મુજબ ગ્લોસી પેપર પર છપાય છે અને લાખો રુપિયા તેમાં વેડફાય છે, તેનો વિચાર કર્યો છે? બિનજરુરી ખર્ચા સમાજના પૈસે કરનારા જ્યારે ઉપદેશ આપે ત્યારે તેની કોઈ અસર થાય ખરી? નાના મોટાનો ભેદ ભૂલવાનો ઉપદેશ આપો છો, પણ એ જણાવો કે ક્યો ગરીબ પણ વિચારશીલ પાટીદાર સરદારધામમાં ટ્રસ્ટી છે? [6] પાટીદાર અને યહૂદીઓના DNA સરખા છે; તેવી દલીલ કરનાર ગગજીભાઈ, પાટીદારો અને મુસ્લિમોને સામસામે મૂકવાના છૂપા સંધી એજન્ડા પર કામ કરી રહ્યા હશે? [7] ગાંધીજીની હત્યા વેળાએ મીઠાઈ વહેંચનાર; હિંસા, આગચંપી, લૂંટફાટ, ચોરી, હત્યા જેવી ઘટનાઓમાં સંડોવાયેલ હતા; દેશની આઝાદીને જોખમમાં મૂકવાનું કામ કરી રહ્યા હતા; ગેરકાયદેસર હથિયારો તથા દારૂગોળો જમા કરી રાખ્યો હતો; તેથી સરદારે 4 ફેબ્રુઆરી 1948ના રોજ RSS પર પ્રતિબંધ મૂક્યો હતો. એ પછી સંઘ પ્રમુખ ગોળવાલકરને સરદારે લખ્યું હતું કે ‘સંઘના લોકોના ભાષણમાં સાંપ્રદાયિકતાનું ઝેર ભરેલું હોય છે. હિંદુઓની રક્ષા કરવા માટે નફરત ફેલાવવાની શું જરૂર છે?’ સરદારે હત્યારા ગોડસેને 15 નવેમ્બર 1949 ના રોજ, ફાંસીએ લટકાવ્યો હતો; તે ગોડસેવાદીઓની ચાપલૂસી કરતાં શરમ આવતી નાહીં હોય?rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!