RAMESH SAVANI

આને નિષ્પક્ષ/ તટસ્થ/ ન્યાયી ચૂંટણી કહેવી તે લોકશાહીનું અપમાન કરવા બરાબર છે !

લોકસભાની ચૂંટણી વેળાએ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પોતાનું થીમ સોંગ 16 એપ્રિલ 2024ના રોજ લોન્ચ કર્યું. આ ગીતમાં ‘જય ભવાની’ શબ્દનો ઉપયોગ કર્યો છે. તેથી ચૂંટણીપંચે ઉદ્ધવ ઠાકરેને ‘જય ભવાની’ શબ્દ દૂર કરવા નોટિસ આપી છે ! ચૂંટણીપંચે કહ્યું છે કે ‘ભવાની શબ્દ હિન્દુ દેવી સાથે જોડાયેલ છે. ચૂંટણીમાં ધાર્મિક નારાનો ઉપયોગ થઈ શકે નહીં !’
ઉદ્ધવ ઠાકરેએ જય ભવાની શબ્દ દૂર કરવા ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું છે કે ‘વડાપ્રધાન મોદી અને અમિત શાહ ધાર્મિક આધાર પર મત માંગે છે. હું ધર્મના નામે મત માંગતો નથી છતાં ચૂંટણીપંચને પેટમાં દુ:ખે છે ! વડાપ્રધાને કર્ણાટકની ચૂંચણી વેળાએ બજરંગ બલિનું નામ લઈ બટન દબાવવાની વાત પોતાના ભાષણમાં કરી હતી ! અમિત શાહ મફતમાં રામંદિરના દર્શનની વાત કરે છે ! મેં ચૂંટણી પંચને ફરિયાદ કરી. પગલા લીધા તો ન લીધા પણ મારા પત્રનો દવાબ પણ ચૂંટણીપંચે પાઠવ્યો નથી ! અમે વડાપ્રધાનની જેમ હિન્દુધર્મવા નામે મત નથી માંગ્યા. ચૂંચણીપંચ પહેલા વડાપ્રધાન અને અમિત શાહ સામે કાર્યવાહી કરે !’
ચૂંટણીપંચ વડાપ્રધાન અને અમિત શાહને કાયદાથી પર માને છે. એટલે તેમની સામે કાર્યવાહી કરે તે શક્ય નથી ! ચૂંટણીપંચે ઉદ્ધવ ઠાકરેને નોટિસ આપી તે સૂચવે છે કે ચૂંટણીપંચ સત્તાપક્ષની પાંખ તરીકે કામ કરે છે !
સત્તાપક્ષે ધાર્મિક ઠેકો લઈ લીધો છે. કોંગ્રેસના લોકો હિન્દુધર્મ વિરોધી છે તેમ ચિતરે છે. સત્તાપક્ષના IT Cell/ WhatsApp યુનિવર્સિટીએ તો ગાંધીજી અને નેહરુને મુસ્લિમ ઘોષિત કરી દીધાં છે ! શું ચૂંટણીપંચને આ બધું દેખાતું નહીં હોય?
સત્તાપક્ષે મંદિરોને/ તેમના વહિવટકર્તાઓને વશમાં કરી લીધાં છે ! સત્તાપક્ષના કોઈ નેતા કોઈ મંદિરમાં જાય તો ખાસ આરતીનું આયોજન થાય ! ટ્રસ્ટીઓ હાજર રહે ! ફૂલહાર થાય ! પરંતુ વિપક્ષના નેતા મંદિરે જાય તો ખાસ આરતીનું આયોજન ન થાય ! ટ્રસ્ટીઓ હાજર પણ ન રહે !
સત્તાપક્ષે જે તે સમાજની સંસ્થાઓને પોતાના ભરડામાં લઈ લીધી છે ! સત્તાપક્ષના ક્રિમિનલ નેતાની રજતતુલા થાય ! ટ્રસ્ટીઓ હાજર રહે ! સ્તુતિ થાય ! પણ વિપક્ષના નેતાની કોઈ નોંધ લેવાતી નથી ! ટૂંકમાં સત્તાપક્ષે ચૂંટણીપંચને/ મંદિરોને/ સમાજના નેતાઓને વશમાં લઈ લીધાં છે ! આને નિષ્પક્ષ/ તટસ્થ/ ન્યાયી ચૂંટણી કહેવી તે લોકશાહીનું અપમાન કરવા બરાબર છે !rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!