RAMESH SAVANI

શું સત્તાપક્ષ/ સરકારી તંત્ર/ ચૂટણીતંત્ર જ ફૂટેલાં નથી?

કોઈ પણ ચૂંટણી બિનહરીફ થાય કે સમરસ થાય તે લોકશાહીની હત્યા બરાબર છે ! અગાઉ કોંગ્રેસના શાસનમાં વિધાનસભાની ચૂટણીમાં બિનહરીફ વિજેતા બન્યાનો ઈતિહાસ છે. લોકસભાની સુરત બેઠક પર સત્તાપક્ષના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યાનો પ્રથમ કિસ્સો છે !
કોઈ ઉમેદવાર બિનહરીફ ક્યારે બને? [1] જ્યારે તેને સત્તાપક્ષનો સક્રિય ટેકો હોય ! [2] ચૂંટણી અધિકારી સાથે મૌખિક MoU કરેલ હોય ! [3] હરીફ ઉમેદવાર/ તેના ટેકદારોના મોંમાં કાળા નાણા ઠસોઠસ ભરી દીધાં હોય ! [4] બીજા પક્ષના ઉમેદવારો/ અપક્ષ ઉમેદવારોના માથે ઉપડે તેટલા કાળા નાણાનો કોથળો મૂક્યો હોય ! [5] સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી હોય ! ધાકધમકીનો ઉપયોગ થયો હોય ! [6] બિનહરીફ થનારની લોકશાહીની હત્યા કરવાની જબરી ક્રિમિનલ માનસિકતા હોય !
કોઈ ઉમેદવાર બિનહરીફ વિજેતા થાય એનો અર્થ એ છે કે લોકોએ મત આપવાનો નથી ! સુરતના 17,67,377 મતદારોનો મત આપવાનો અધિકાર સત્તાપક્ષ/ વિપક્ષ/ અપક્ષ વચ્ચેની સાંઠગાંઠે છીનવી લીધો છે ! એટલે સત્તાપક્ષમાં ખુશીનું વિશાળ મોજું ફરી રહ્યું છે ! આ ખુશીનો મતલબ એ છે કે લાખો લોકોના અધિકાર કરતા પાંચ-દસ ક્રિમિનલ/ સાંઠગાંઠ કરનારાઓનો સ્વાર્થ મહત્વનો છે ! શું આ લોકશાહીની મજાક નથી? શું ચૂંટણીપંચની રચના આવી સાંઠગાંઠ પર પવિત્રતાનો સિક્કો મારવા જ થઈ હશે? ચૂંટણીમાં ખરીદ-વેચાણની ગેરકાયદેસરની પ્રવૃતિ ચૂંચણીપંચ અટકાવી ન શકે તો ચૂંચણીપંચ કામનું શું? કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ અપક્ષોએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી તે એક સુઆયોજિત મોટું કાવતરું સૂચવે છે ! કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ કેન્સલ કરાવવા માટે સત્તાપક્ષે બે વકીલોને ચાર્ટર પ્લેનથી બોલાવ્યા હતા ! ખસી જનારા/ફૂટી જનારાઓએ ચેકથી નાણા લીધાં નથી, રોકડા લીધાં છે, તે વાસ્તવિકતા છે. નાણા વિના કોઈ ખસે નહીં કે ફૂટે નહી તે સત્ય છે ! સત્તાપક્ષે કાળા નાણાથી સુરતના નાગરિકોનો મત આપવાનો અધિકાર છીનવી લીધો છે ! આ તો કલંક કહેવાય ! આની ખુશી મનાવનારા ચોક્કસપણે વિકૃત માનસિકતા વાળા જ હોય ! કોંગ્રેસની ભૂલ છે જ, શામાટે તેણે નિલેશ કુંભાણી જેવા ફૂટલા ઉમેદવારને પસંદ કર્યો? શામાટે તેમણે વિકલ્પ તરીકે વધુ બે-ચાર ઉમેદવારોના ફોર્મ ભરાવ્યા નહીં?
ખોટી એફિડેવિટ કરનારાઓ સામે પોલીસ કેસ કેમ થયો નહીં? IPC કલમ-171B/ 171E (લાંચ) 171C (ચૂંટણીમાં ગેવાજબી લાગવગ) હેઠળ ગુનો બને કે નહીં? કલમ-171G હેઠળ ખોટું કથન કરવાનો ગુનો બને કે નહીં? કલમ-465 (ખોટો દસ્તાવેજ/સોગંદનામું બનાવવા) હેઠળ ગુનો બને કે નહીં? શામાટે ચૂટણી અધિકારીએ ખોટા સોગંદનામા કરનારા સામે ગુનો દાખલ કરાવેલ નથી? શું સત્તાપક્ષ/ સરકારી તંત્ર/ ચૂટણીતંત્ર જ ફૂટેલાં નથી? જ્યારે બિનહરીફ ચૂંટાયેલ ઉમેદવાર, લોકોના મતથી ચૂંટાયેલો ન હોય ત્યારે તે લોકોને જવાબ આપશે ખરો? એને લોકપ્રતિનિધિ પણ કઈ રીતે કહેવો?rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય]

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!