RAMESH SAVANI

સરદાર પટેલના નામે સંસ્થાઓ ઊભી કરનારા, ‘જય સરદાર’ના સૂત્રો પોકારતા દંભી નેતાઓને શરમ આવશે ખરી?

સુરતના જાગૃત નાગરિક અને RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાને જેટલાં ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે ! તેમણે એકલે હાથે જે કામ ઉપાડ્યું છે, તે કામ ‘જય સરદાર’ના સૂત્રો બોલનારાઓએ કરી બતાવ્યું નથી !
સંજય ઈઝાવાએ 24 એપ્રિલ 2024ના રોજ, ફિલ્મ અભિનેત્રી અને સત્તાપક્ષની ટિકિટ પર લોકસભાની બેઠક પર ચૂંટણી લડતા Kangana Ranaut, 41/4, Nargis Dutt Road, Pali Hill, Bandra, Mumbai- 400050ને પોતાના એડવોકેટ હર્ષા એસ. પટેલ મારફતે લીગલ નોટિસ ફટકારી છે.
શું છે નોટિસમાં? [1] અમો સુરત શહેરમાં સામાજીક કામો કરીએ છીએ. જાહેરહીતને અસર કરતી બાબતોને ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અલગ અલગ મુદ્દા પર 13થી વધારે PIL-પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન દાખલ કરેલી છે. અને શહેરમાં, રાજ્યમાં તથા દેશમાં કાયદો, વ્યવસ્થા, સુરક્ષા, તથા સલામતી જળવાઈ રહે તે હેતુ માટે જાગૃતિનું કામ કરીએ છીએ. [2] તમો બોલીવુડમાં એકટિંગ કરો છો. હાલ તમો લોકસભા- 2024ની ચૂંટણી લડી રહ્યા છો. તમોએ અલગ-અલગ રાજકીય ભાષણોમાં અજ્ઞાનતા જાહેર કરી છે. તમો સસ્તી પ્રસિદ્ધિ મેળવીને રાજકારણમાં આગળ જવા માંગો છો. આપણા આઝાદી સમયના ક્રાન્તિકારીઓ તથા આઝાદીના લડવૈયાઓ બાબતે તમો અજ્ઞાનતા ધરાવો છો. તમો એવું માનીને ચાલો છો કે આઝાદીના લડવૈયાઓ વિશે ગમે તેમ બોલવાથી કશું કોઈ શકવાનું નથી ! [3] આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલ વિશે 8 માર્ચ 2024ના રોજ ‘ટાઈમ્સ નાઉ’ ન્યુઝ ચેનલમાં તમોએ જે ટીપ્પણી કરી છે તેનાથી મારા સહિત લાખો-કરોડો દેશવાસીઓની ભાવનાને ઠેસ પહોચી છે. [4] તમે કહેલ કે ‘સરદાર પટેલને અંગ્રેજી આવડતું ન હતું એટલે વડાપ્રધાન ન બની શક્યા !’ આ ટિપ્પણી બિલકુલ ખોટી છે. તેમાં જરા પણ સત્ય નથી. સરદાર પટેલને નીચા દેખાડવા માટે અને અપમાન કરવા માટે તમે આવું કહેલ છે. આ નિવેદનથી અમને ખૂબ જ આઘાત લાગેલો છે. અમે જેમને મહાન આદર્શ માનીને જીવન જીવી રહ્યા છીએ, તેમાં સરદાર પટેલ સર્વોચ્ચ સ્થાને છે. સરદાર પટેલ કાયદાના તજજ્ઞ વકીલ હતા અને સારામાં સારી વકીલાત કરતા હતા જેથી તમારા નિવેદનથી મારી લાગણી દુભાણી છે. સરદાર પટેલની બદનક્ષી એ અમારી જ બદનક્ષી છે, એવું અમે માનીએ છીએ. [5] તમોએ અગાઉ પણ કહ્યું હતું કે ‘ભારતને આઝાદી 2014માં મળી છે !’ (વિડીઓ સમય 22:19 મિનિટ) આમ કહીને તમોએ શહીદ ભગતસિંહ/ મહાત્મા ગાંધી /સરદાર પટેલ/ સુભાષચંદ્ર બોઝ જેવા હજારો આઝાદીના લડવૈયાઓનું ભયંકર અપમાન કરેલ છે. ત્યાર પછી (વિડીઓ સમય 23:47 મિનિટ) તમોએ કહેલ કે ‘ભારતને આઝાદી મળી ત્યારના પ્રથમ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા સુભાષચંદ્ર બોઝ ક્યાં ગયા ?’ આવા ખોટા નિવેદનો આપી ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ અને ભારતવાસીઓનું, ભારતની સંસ્કૃતિ, ઈતિહાસનું તમોએ અપમાન કર્યું છે. ત્યાર પછી (વિડીઓ સમય 25:59 મિનિટ) તમોએ કહેલ કે ‘સરદાર પટેલને અંગ્રેજી આવડતું ન હતું એટલે વડાપ્રધાન ન બની શક્યા !’ આ તો લોખંડી પુરૂષ સરદાર પટેલનું, કરોડો દેશવાસીઓનું, આ દેશના ઈતિહાસનું અપમાન છે !
[6] સરદાર પટેલે ગુજરાતી માધ્યમની શાળામાં તેમની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરીને, પછીથી અંગ્રેજી માધ્યમની શાળામાં શિફ્ટ થયા હતા. તેમણે 1913માં ઈગ્લેન્ડમાંથી કાયદાની ડિગ્રી પૂર્ણ કરી હતી. ગુજરાતમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરવા ભારત પાછા આવ્યા હતા. સરદારની કાનૂની નિપુણતા જોઇને બ્રિટિશ સરકાર દ્વારા ઘણી આકર્ષક પોસ્ટ્સ ઓફર કરવામાં આવી હતી. કાયદાની ડીગ્રી મેળવવા 3 વર્ષ ઈંગ્લેન્ડમાં રહી ચૂકેલા સરદાર પટેલે ભણતર પણ અંગ્રેજીમાં લીધું હતું. ત્યારે ‘સરદાર પટેલને અંગ્રેજી આવડતું ન હતું એટલે વડાપ્રધાન ન બની શક્યા’ એવું નિવેદન જાહેરમાં આપીને તમોએ દેશના ઈતિહાસનું અપમાન કરેલ છે. સરદારે 1945 થી 1950 દરમિયાન જે પત્રો અંગ્રેજીમાં લખ્યા હતાં, તેનું 10 ભાગમાં પ્રકાશન દુર્ગાદાસે કરેલ છે. તેમણે અંગ્રેજીમાં અનેક પ્રેસ કોન્ફરન્સ પણ કરેલ હતી. તેમણે અંગ્રેજીમાં ઘણા ભાષણો આપેલ જે આજે પણ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. મહાન સ્વતંત્રતા સૈનાની, કરોડો દેશવાસીઓના આદર્શ, અને સારી રીતે શિક્ષિત વ્યક્તિ એવા સરદાર પટેલનું અપમાન કરવા બદલ આપની સામે કાયદેસરની કાર્યવાહી કરતા પહેલા સ્પષ્ટતા કરવાની તક આપવા આ નોટિસ આપું છું. [7] ‘સરદાર પટેલને અંગ્રેજી આવડતું ન હતું એટલે વડાપ્રધાન બની ન શક્યા’ એવું નિમ્ન પ્રકારની ટિપ્પણી કરી નાણામાં ના ચુકવી શકે તેવું સરદાર પટેલનું તમોએ અપમાન કરેલ છે. જેથી આ નોટિસ મળ્યે દિવસ-10માં જાહેર માફી માંગશો. જો તમો આમ કરવામાં કસુર કરશો તો તમારી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તે બાબતની તમામ જવાબદારી અને ખર્ચ તમારા શીરે રહેશે. આ નોટીસ તમારી કસુરને કારણે આપવી પડી છે, જેથી નોટિસ ફી રુપિયા 10,000/-મને ચૂકવી પાકી પહોચ મેળવી લેશો.
ગુજરાતમાં સરદાર પટેલના નામે અનેક સંસ્થાઓ ઊભી થઈ છે અને તેમના આગેવાનો સત્તાપક્ષની ભયંકર ચાપલૂસી કરે છે. સ્ટેડિયમ પરથી સરદારનું નામ હટાવાયું ત્યારે પણ આ ચાપલૂસો એક પણ શબ્દ બોલી શક્યા ન હતા ! હવે જ્યારે સંજય ઈઝાવાએ કંગના રનૌતને પાઠ ભણાવવા પહેલ કરી છે ત્યારે સરદાર પટેલના નામે સંસ્થાઓ ઊભી કરનારા, ‘જય સરદાર’ના સૂત્રો પોકારતા દંભી નેતાઓને શરમ આવશે ખરી?rs

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!