GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં અનાથ બાળકીના પરિવારની વ્હારે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો પહોંચ્યા.*

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
કોરોના મહામારીએ અનેક પરિવારોને વેરવિખેર કરી નાંખ્યા છે.એની ઘાતક અસરોમાંથી કેટલાંક પરિવારો હજુસુધી બહાર આવી શક્યા નથી.આવો જ એક ખેરગામ તાલુકાના ડેબરપાડા ગામે ગરીબ પણ હસતો રમતો પરિવાર સ્વ.રમેશભાઈ પટેલ અને સ્વ.પન્નાબેન પટેલનો હતો.પરંતુ વર્ષ 2022 માં બન્નેનું અકાળે નિધન થતાં,4 વર્ષની નાનકડી બાળકી માતાપિતાની છત્રછાયા છીનવાઈ જતાં નોંધારી બની ગઈ છે.હવે એ બાળકી એના વયોવૃદ્ધ દાદાદાદી જેમાંથી દાદા લાંબી માંદગીના કારણે પથારીવશ છે અને કાકા પણ માંદગી માંથી હાલ જ થોડા સમય પહેલા સારા થયેલ છે અને કમાનાર માત્ર વયોવૃદ્વ દાદી જ છે એ વાતની જાણકારી સમસ્ત આદિવાસી સમાજના કાર્યકર્તા હિતેશ પટેલ વાંઝણાંએ નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલને આપતાં તેઓ ડો. દિવ્યાંગી પટેલ નાનકડી નિદિવા,નિદિવ અને ધરમપુર તાલુકાના મૃદુભાષી અદના સમાજસેવક નિલમભાઈ પટેલ ઉર્ફે નીલમભાઈ ખોબા સાથે બાળકીના ઘરે બાળકીના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતાં.જ્યાં પરિસ્થિતિ હાલડાં કુસ્તી કરે એવી હતી.આથી પરિવારને દોઢ-બે મહિના ચાલે એટલું અનાજ કરિયાણું આપવામાં આવ્યું હતું અને ખોબા ગામ ખાતેના છાત્રાલયમા બાળકીને પ્રવેશ અપાવી કોલેજ સુધીના ભણતરની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવાની પરિવારને સામાજિક અગ્રણીઓ દ્વારા આપવામાં આવેલ હતી.અને પરિવારના પડતર પ્રશ્નો માટે ગામના સરપંચ અશ્વિનભાઈ પટેલ,આછવણી ગામના કારકુન મંગુભાઇ,શિક્ષક રાજેશભાઈ પટેલે ઘટતું કરવાની બાંહેધારી આપી અને મદદરૂપ થવાના પૂરતા પ્રયાસો કર્યા હતાં.આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે અમને અમારી ટીમ થકી ખબર પડી કે ડેબરપાડા ગામમાં એક બાળકીના ઘરની હાલત દયનીય છે.આથી અમે મિત્ર નિલમભાઈ સાથે મળીને મુલાકાત લેતા પરિસ્થિતિ ખુબ જ હૃદયદ્રવક લાગતા અમે બાળકીના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે ભણતરની જવાબદારી માથે લીધેલ છે અને પરિવારને કોઈપણ કામમાં તકલીફ પડે તો મદદરૂપ થવાની ખાતરી આપી છે.આ સેવાયજ્ઞમા સા.આ.સ. ટીમના સભ્યોમાંથી ડો.નીરવ ગાયનેક,ડો.અમિત દળવી,દલપતભાઈ,કીર્તિભાઇ,શીલાબેન, નીતા,વંદના કાર્તિક,પથિક,જયમીન,અજય,મયુર,મેહુલ,જીજ્ઞેશ,પ્રિયાંક, સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!