DEDIAPADANARMADA

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વૈજ્ઞાનિકો દ્વારા ફુલપાકો અંગે તાલીમ આપવામાં આવી.

 

તાહિર મેમણ : અસ્પી બાગયાત -વ – વનીય મહાવિધાલય અને અખિલ ભારતીય સંકલિત પુષ્પ વિજ્ઞાન સંશોધન AICRP Floriculture યોજના, ન. કૃ. યુ., નવસારી દ્રારા આયોજીત અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ના સહયોગ થી તા.૧૨.૦૧.૨૦૨૩ ના રોજ એકદિવસીય નર્મદા જીલ્લાના ફુલપાકો અંગે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ.એન.એમ. ચૌહાણ (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન. કૃ. યુ., નવસારી)એ દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રાકૃતિક ખેતી અને ફૂલોની ખેતી ઉપર FPO બનાવવા સૂચન કર્યું હતું. આ ક્રાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડૉ.પી. ડી. વર્મા (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા)એ આપેલ હતું અને નર્મદા જીલ્લામાં ફૂલોની ખેતીથી આવક બમણી કરવા અંગે સૂચન કર્યું હતું. પ્રોજેકટ ઇનચાર્જ ડૉ.શિવલાલ. એલ. ચાવલા (Floriculture), ન. કૃ. યુ., નવસારી એ ફૂલોની ખેતીની અંગે ખેડૂતમિત્રો ને માર્ગદર્શન કર્યા. તથા HDFC ના બેંક મેનેજર (ફૂલોની ખેતી માટે મળતી લોન) , શ્રી રાજેન્દ્રભાઈ (રેન્જ અધિકારી), વિર નર્મદ મહાવિધાલય ના ડૉ.રાજેશ મહેતા અને કે.વી.કે.ના વૈજ્ઞાનીકો અને સ્ટાફ લોકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડૉ.એમ.વી.તિવારી એ કર્યું હતું અને પોષક અનાજની અગત્યતા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં ખેડૂત નેહાઈ સપીઙ બેટરીશંચાલીત સ્પ્રેયર પંપ ૧૮ લીટરના આપવામા આવેલ હતા.આ કાર્યક્રમમા અન્ય સંસ્થાના સ્ટાફ સાથે કુલ ૬૫ લોકોએ હાજરી આપી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!