GUJARATNANDODNARMADA

રાજપીપળામાં મતદાન જાગૃતિ માટે શિક્ષકોનો અનોખો પ્રયોગ, પોતે કલાકાર બની નાટક ભજવ્યું

રાજપીપળામાં મતદાન જાગૃતિ માટે શિક્ષકોનો અનોખો પ્રયોગ, પોતે કલાકાર બની નાટક ભજવ્યું,

 

 

લોકશાહીના મહાપર્વમાં બંધારણ તરફથી મળેલા મતાધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરવા અનુરોધ કરતા સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી નિશાંત દવે

 

પરંપરાગત માધ્યમ નાટક દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો: નગરજનોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે નર્મદા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયા નેતૃત્વ અને સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી નિશાંત દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લાના નાગરિકોમાં મતદાન જાગૃતિ અંગે અનેકવિધ સ્વીપ એક્ટિવિટી હાથ ધરાઈ રહી છે, ત્યારે કાલાઘોડા સર્કલ રાજપીપલા ખાતે મતદાન જાગૃતતા અભિયાનમાં શિક્ષકો પણ સહભાગી થઈને નગરજનોને હુ છુ જાગૃત નાગરિક, હુ અવશ્ય મતદાન કરીશ અન્યને મતદાન કરવા પ્રેરિત કરીશ, આ થીમ પર પરંપરાગત માધ્યમથી શેરી નાટક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી પણ સહભાગી થઈ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં મતદાનની ટકાવારી ઓછી હોય તેવા મતદાન મથકો વાળા વિસ્તારોમાં પરંપરાગત માધ્યમથી સ્થાનિક શિક્ષકો દ્વારા નાગરિકોને નાટક દ્વારા સંદેશ આપવામા આવી રહ્યો છે. વધુમાં ગ્રામ્ય કક્ષાએ ઘરે-ઘરે અને શહેરી વિસ્તારમા જઈને વિવિધ પ્રવૃતિઓ અનેક કાર્યક્રમો યોજી લોકશાહીમાં નાગરિકોની ભાગીદારી વધે અને ચૂંટણી પર્વ-દેશકા ગર્વને ઉજાગર કરવાના ઉમદા આશય સાથે પરંપરાગત માધ્યમ થકી શેરી નાટક દ્વારા મતદાન અંગે નાટ્યાત્મક અને રસપ્રદ રીતે મતદાન અંગે સમજ નગરજનોને આપવામા આવી રહ્યો છે. સાથે નગરજનોને લોકશાહીના મહાપર્વમાં બંધારણ તરફથી મળેલા મતાધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરવા અનુરોધ કરાયો હતો.

 

આ શેરી નાટકમાં ભાગ લિધેલ બિરસા મુંડા પ્રાથમિક શાળાના શિક્ષક શરદભાઇ વસાવાએ અનેરો શેરી નાટક થકી મતદાન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે લોકો મતદાનનુ મહત્વ સમજે મતદાન કરે એવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!