NAVSARIVANSADA

વાંસદા તાલુકાની ઘણી પ્રાથમિક શાળાઓ જે જર્જરીત હોય તે ઉતારવા માટે વેપારી સાથે મુખ્ય શિક્ષક દ્વારા સરકારી મિલકતોમા કૌભાંડ કરી રહ્યા છે

વાત્સલ્યમ સમાચાર

પ્રિતેશ પટેલ વાંસદા ,

*શિક્ષણમાં કાટમાળ કાંડ અને દક્ષિણ ગુજરાતમાં ગઠિયા માલમાલ*

 

 

*વાંસદા તાલુકાની ઘણી પ્રાથમિક શાળાઓ જે જર્જરીત હોય તે ઉતારવા માટે વેપારી સાથે મુખ્ય શિક્ષક દ્વારા સરકારી મિલકતોમા કૌભાંડ કરી રહ્યા છે.*

 

*ગુજરાતમાં શાળા ડિમોલીશન સમસ્યા કે લાભની તક*

 

*શિક્ષણ ધામમાં કૌભાંડો થતાં હોય એ રાજ્યમાં ક્યાં ભ્રષ્ટાચાર ન હોય..?*

 

સરકારની કેટલીક રીતિનીતિ ઘણીવાર સમસ્યાઓ ઉત્પન્ન કરે છે તો કેટલાક તકવાદી તત્વો માટે લાભની તકોનું નિર્માણ પણ કરે છે. આ ઘટનાની હકીકત મુજબ વાંસદા તાલુકામાં ઘણી પ્રાથમિક શાળાઓમાં ત્યાંના સ્થાનિક વેપારીઓ સાથે મુખ્ય શિક્ષક દ્વારા સરકારી મિલકત ઉતારવાનું કૌભાંડ ઘણાં સમય થી ચાલી રહયુ છે. ત્યાંનાં જાગૃત નાગરિકોએ જણાવ્યું કે સ્થાનિક નજીકનો એક વેપારી જે શાળાના મુખ્ય શિક્ષક સાથે વ્યવહાર કરીને ઘણી સરકારી મિલકતો સસ્તા દરે લેતા હોય છે પહેલા પણ આ વેપારીએ શાળા ઉતારવાનું ગેરકાનૂની કામ કરેલુ તે ન્યુઝ પેપરમાં પણ આવ્યું હતું. ઘણી સરકારી મિલકતો દૈનિક પેપરમાં જાહેરાત આપ્યા વગર એને હોદેદારોની મિલીભગતથી ઉતારી પાડતા હોય છે. જેથી સરકાર ને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે.હાલમાં એક જ વેપારી જે પોતાના અલગ અલગ ત્રણ ટેન્ડર ભરીને કાવડેજ પ્રાથમિક શાળા,

સરા પ્રાથમિક શાળા, કેડકચ્છ પ્રાથમિક શાળા, કેલીયા પ્રાથમિક શાળા તથા વાંસદા તાલુકામાં આવેલ બીજી ઘણી બધી પ્રાથમિક શાળાઓમાં ડિમોલિશનના કામમાં ભારે ગેરરીતિ કરી છે. તો આવા વેપારી પાસેથી માલ જપ્ત કરી એમને દંડ થાય એનાં માટે સ્થાનિક આગેવાન સાથે સુરત, નવસારી , બિલીમોરા , વલસાડના કાટમાળના વેપારીઓ જમા થઈ ને માનનીય કલેકટર સાહેબ,અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી ડૉ ભગીરથસિંહ પરમારને રૂબરૂ મુલાકાત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં આટલુ મોટું કાંડ શું અધિકારીઓની દેખરેખ હેઠળ થતુ હશે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ. પદાધિકારીઓ અને અધિકારીઓ બિચારા શું કરે સરકારે જ આ પ્રકારની રીતિનીતિમા ફેરફાર કરવાની જરૂરિયાત જણાય છે, પણ આ બાબતે સુધારો કરે કોણ? કહેવાય છે ને કે ચરી જાય ખેતર આખુ આખલો અને કામઘેનું ભૂખે રહી જાય છે મને એ જ નથી સમજાતુ કે શાને આવુ થાય છે. ગુજરાત સરકાર જે હરણફાળ ભરી રહી છે તેમજ વિકાસની ગાથા નિર્માણ કરી રહી છે તેમા સરકારી મિલ્કતનો નિકાલ કરવાની પ્રક્રિયા અને પ્રવિધિ મા મુળભુત ફેરફાર કરવો સમયની માંગ છે લાગે છે કે સરકારે હવે આ બાબતે ન્યુ ડિમોલીશન પ્લાન તૈયાર કરવો જોઈએ જેમાં તમામ પ્રકારની જોખમ, આવક અને વ્યવસ્થા સરકારની વહીવટી વિભાગ કરે તો જ આ સમસ્યામાં નિરાકરણ બાબતે સુધારો થવાની શક્યતા છે પણ મહત્વનો પ્રશ્ન છે કે આવુ આચરણ કરવું શા માટે?

ટેન્ડર મેન્યુઅલ ને ઘોળી ને પી જનારા ભ્રષ્ટ બાબુઓ સરકારી તિજોરી ને નુકસાન કરે છે,સાચા સ્પર્ધાત્મક ભાવ નહિ આવતા ઓછી આવક થાય છે,જાહેર હરાજી ના બદલે માત્ર ત્રણ ભાવ થી ઇમલો વેચી શકાય નહિ,આને કંડમ કરવા જિલ્લા પંચાયત ના સક્ષમ અધિકારી પાસે થી મંજૂરી અને અપસેટ પ્રાઇઝ નક્કી કરાવ્યા બાદ જાહેર હરરાજી થી ઈમલો વેચવાની પ્રક્રિયા છે..

ભ્રષ્ટ બાબુઓ બેઠો ખોળો ભરવા ટેવાયેલા હોય છે,પરંતુ ટેન્ડર મેન્યુઅલ ભંગ બદલ તપાસ માંગવાથી સત્ય બહાર આવશે,ને ભ્રષ્ટ બાબુની નોકરી જોખમ માં મુકાઈ જશે…

ભૂપેન્દ્ર ભાઈ ની સરકારમાં ગતિશીલ ગુજરાત ન થયું પણ ગતિશીલ ભ્રષ્ટાચાર ચોક્કસ થઈ રહ્યો છે,આવી સેટિંગ વાળી હરરાજી રોકી ફરી જાહેર હરરાજી કરતા ઉપજેલી કિંમત અને અગાઉ નક્કી કરેલી કિંમત માં તફાવત આવે તો તફાવત ની કિંમત નો ભ્રષ્ટાચાર પુરવાર થઈ શકે…

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!