NAVSARI

Navsari:બાળ લગ્ન કરાવે અથવા મદદગારી કરનાર વ્યકિતને બે વર્ષની કેદ અને રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત સ્ત્રી બાળકના ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પહેલા અને પુરુષ ૨૧ વર્ષ પૂર્ણ કર્યા પહેલા જો લગ્ન કરાવવામાં આવે તો તેવા લગ્ન બાળલગ્ન છે અને બિન-જામીનપાત્ર ગુનો બને છે. તેમજ આવા બાળ લગ્ન કરાવે, સંચાલન કરે, સૂચના આપે, પ્રોત્સાહન આપે અથવા મદદગારી કરે કે ભાગ લે તેવા દરેક વ્યકિતઓ આ અધિનિયમની કલમ-૯, ૧૦ અને અને ૧૧(૧), (૨) અન્વયે બે વર્ષની કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીનો દંડ થઇ શકે છે.
<span;> નવસારી જિલ્લાના કોઇપણ વિસ્તાર, ગામ કે ફળિયામાં જો કોઇ બાળલગ્નનું આયોજન કરવામાં આવે કે, બાળલગ્ન કરતા હોય તો બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એસ.વી.રાઠોડ મો.નં-૯૪૨૯૫૬૫૯૯૬,  જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મિતેશ સોલંકી મો.નં-૯૮૨૫૩૫૪૭૧૭ તેમજ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બ્લોક સી, ભોંયતળિયે, જિલ્લા સેવા સદન, જૂની કલેકટર કચેરી, જૂનાથાણા, નવસારી ફોન નંબર (૦૨૬૩૭) ૨૩૨૪૪૦ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ બ્લોક સી, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, જૂની કલેકટર કચેરી, જુનાથાણા નવસારી ફોન નંબર (૦૨૬૩૭) ૨૮૧૪૪૦ પર સંપર્ક કરવા જણાવાયું છે. માહિતી આપનારની સંપૂર્ણ ઓળખ અને મહિતી ગુપ્ત રાખવામાં આવશે. તેમ બાળલગ્ન પ્રતિબંધક સહ  જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, નવસારી અખબારી યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!