અંબાજી મંદિરમાં મોબાઈલ પ્રતિબંધ: અંબાજી મંદિરમાં મોબાઈલ પ્રતિબંધને લઇ વહીવટદારે સઘન સુરક્ષાની આપી સૂચના; મંદિરમાં ફોટોગ્રાફી કરનાર પર કાર્યવાહી થશે

24 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

અંબાજી મંદિરમાં મોબાઈલ પ્રતિબંધિત હોવા છતાં કેટલાક યાત્રિકો મંદિરમાં મોબાઇલ સાથે પ્રવેશતા હોવાની ફરિયાદો ઉઠી હોવાના લીધે અંબાજી મંદિરના વહીવટદારે ફરિયાદો બાદ સઘન સુરક્ષાના પીએસઆઇ અને જીઆઇએસએફના એસઓને સૂચના આપી છે. મંદિરના તમામ ગેટો પર યાત્રિકોની યોગ્ય ચકાસણી કર્યા બાદ મંદિરમાં મોબાઈલ વિના પ્રવેશવા દેવાનીસૂચના આપી છે.આ બાબત ની માહિતી આપતાં મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે અંબાજી મંદિરના ગેટ નંબર 7 અને ગેટ નંબર 9થી યાત્રિકો મોબાઇલ લઈ પ્રવેશતા હોવાની ફરિયાદો ઉઠી હોવાના લીધે. અંબાજી મંદિરના તમામ ગેટ પર યાત્રિકોની યોગ્ય ચકાસણી કરવા સઘન સુરક્ષાના અધિકારીઓને તાકીદ લેવા અંબાજી મંદિરના વહીવટદારે સૂચના આપી છે. હવે પછી કોઈ યાત્રિક અંબાજી મંદિરમાં મોબાઈલ સાથે પ્રવેશી ફોટોગ્રાફી કરતા હોવાનું માલુમ પડશે તો તેના પર કાર્યવાહી થશે. અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા મંદિર પરિસરમાં મોબાઈલ પ્રતિબંધને લઈ તાકીદ લેવા અધિકારીઓને કડક સૂચના આપી છે.

 

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....