હળવદ માંથી દેશી અને વિદેશી દારૂ સાથે આરોપી ઝડપાયો

હળવદ માંથી દેશી અને વિદેશી દારૂ સાથે આરોપી ઝડપાયો

 

 

 


હળવદના વિવિધ વિસ્તારોમાં ગેરકાનૂની પ્રવૃતિ ડામવા માટે મોરબી એલસીબીની ટીમ કાર્યરત હોય ત્યારે મોરબી એલસીબીની ટીમના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કરોતરા, દશરથસિંહ પરમાર, ભરતભાઈ જીલરીયા અને તેજસભાઈ પટેલ પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન શહેરમાં બે અલગ અલગ જગ્યાએ દેશી અને વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે. જેમાં લક્ષ્મીનારાયણ ચોકમાં આવતા બ્લૂ કલરની બેગ સાથે શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો. જે બેગની ચકાસણી કરતા તેમાંથી અંગ્રેજી દારૂની બોટલ નંગ-11 સાથે કુલ રૂપિયા 9250ના મુદ્દામાલ સાથે ધવલ નરેન્દ્રભાઈ શુક્લને હસ્તગત કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે દેશીદારૂની વાત કરીએ તો હળવદ શહેરના વૈજનાથ મહાદેવ મંદિર સામે દેશીદારૂનો વેપલો કરતો નીતિશ ઉર્ફે બુધો લાલજીભાઈ મકવાણાને દેશીદારૂ લીટર 40 કિંમત રૂપિયા 800નો મુદ્દામાલ ઝડપી પાડી તેની સામે પણ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાત્સલ્યમ્ સમાચારના મોરબી જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....