રાજ્ય સરકાર પોતાના પાવર સ્ટેશન બંધ રાખી ખાનગી કંપનીઓ પાસેથી અબજો રૂપિયામાં વીજળી ખરીદતી હોવાનો કોંગ્રેસ નેતાએ આક્ષેપ

રાજ્ય સરકાર ખાનગી કંપનીઓને લાભ મળે તે માટે પોતાના પાવર સ્ટેશન બંધ રાખી ખાનગી કંપનીઓ પાસેથી અબજો રૂપિયામાં વીજળી ખરીદતી હોવાનો કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યુ કે સરકાર પાસે પોતાના પબ્લિક સેક્ટર યુનિટના 16 પાવર સ્ટેશન છે..જેમાંથી સાત સંપૂર્ણ બંધ છે..અને 9 પાવર સ્ટેશન માત્ર 50 ટકા કેપેસિટીમાં ચાલે છે.. ત્યારે સરકાર પોતાના પાવર સ્ટેશન યુનિટ બંદ રાખી ખાનગી કંપની પાસેથી ઊંચા દરે વીજળી ખરીદે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્ય, કેન્દ્ર અને ખાનગી કંપનીઓ મળીને કુલ 21114 મેગાવોટનું વીજ ઉત્પાદન થાય છે જે પૈકી માત્ર 6070 મેગાવોટ વીજળી રાજ્ય હસ્તકના વીજ મથકો પેદા કરી રહ્યાં છે. રાજ્ય ઉપર ખાનગી વીજળીનું ભારણ વધતું જાય છે. છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર અને ખાનગી કંપનીઓએ વીજ ઉત્પાદન ક્ષમતામાં 5535 મેગાવોટનો વધારો કર્યો છે પરંતુ રાજ્ય હસ્તકના વીજમથકોમાં શૂન્ય વધારો થયો છે.

-હાલની સ્થિતિએ રાજ્યમાં પરંપરાગત સ્ત્રોતમાં કુલ 21114 મેગાવોટ વીજળીનું ઉત્પાદન

વિધાનસભામાં રાજ્યમાં વીજ ઉત્પાદન ક્ષમતા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉર્જામંત્રીએ આંકડા આપતાં કહ્યું હતું કે હાલની સ્થિતિએ રાજ્યમાં પરંપરાગત સ્ત્રોતમાં કુલ 21114 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે, જ્યારે બિન પરંપરાગત સ્ત્રોતમાં વીજ ઉત્પાદન વધીને 8272 મેગાવોટ થયું છે.

કેન્દ્ર સરકાર હસ્તકના કુલ 15 મથકો પૈકી ચાર મથકો રાજ્યમાં આવેલા છે

ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના વીજમથકોની સંખ્યા 11 છે જ્યારે સરકારી કંપનીઓની સંખ્યા છ થઈ જવા આવી છે. કેન્દ્ર સરકાર હસ્તકના કુલ 15 મથકો પૈકી ચાર મથકો રાજ્યમાં આવેલા છે, જેમાં સરદાર સરોવર નર્મદા નિગમનો પણ સમાવેશ થાય છે. ખાનગી કંપનીઓમાં અદાણી, એસ્સાર, કોસ્ટલ પાવર અને એસીબી ઇન્ડિયા વીજ ઉત્પાદન કરી રહી છે.

વાત્સલ્યમ્ સમાચારના ગાંધીનગર જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો