GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાત સરકારે 7મી મે મતદાન દિવસે રજા જાહેર કરી

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત રાજ્યમાં 7મી મેના દિવસે તમામ 26 લોકસભા બેઠકો ઉપરાંત (1) 26-વિજાપુર, (2) 108-ખંભાત (3) 136-વાઘોડિયા (4) 85-માણાવદર અને (5) 83-પોરબંદરએમ પાંચ વિધાનસભા બેઠકોપર મતદાન થવાનું છે. ગુજરાત સરકારે મતદાનના આ દિવસે સરકારી-અર્ધસરકારી કર્મચારીઓ માટે જાહેર રજાની જાહેરાત કરી છે.

આ અંગેના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા અને વિધાનસભા મતવિસ્તારમાં  રહેતા અને મતદાર તરીકે નોંધાયેલા વ્યક્તિ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 135(B)(1) હેઠળ  પેઇડ રજાનો લાભ મેળવી શકે છે.

આ વખતે લોકસભા ચૂંટણીનું આયોજન સાત તબક્કામાં થવાનું છે. ત્યારે પ્રથમ તબક્કાની શરૂઆત 19મી એપ્રિલથી થશે અને પહેલી જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે. ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો પર સાતમી મેના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે. એટલે કે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનનું સમાપન થઈ જશે. જ્યારે પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવશે.

ગુજરાતની વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીનું આયોજન પણ લોકસભાની ચૂંટણીઓ સાથે જ થવાનું છે. જોકે મહત્ત્વપૂર્ણ એ છે કે આ પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન 7 મેના રોજ એટલે કે લોકસભાની ચૂંટણીના મતદાન સાથે જ થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!