GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATNATIONAL

ATSનું સૌથી મોટું ઓપરેશન, ડ્રગ્સની ચાર ફેક્ટરી સાથે 230 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત ATSએ સૌથી મોટું ડ્રગ્સ ઓપરેશન પાર પાડી ગુજરાતમાં બે અને રાજસ્થાનમાં બે એમ કુલ ચાર ડ્રગ્સની  ફેક્ટરી ઝડપી પાડી 13 લોકોની ધરપકડ કરી છે. ગુજરાત તથા રાજસ્થાનમાં ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીઓ ખાતે રેડ કરી પ્રતિબંધિત નાર્કોટીક્સ ડ્રગ્સ તથા રૉ-મટીરીયલનો 230 કરોડનો મુદ્દામાલ જપ્ત જપ્ત કર્યો છે.

ATSના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીને બાતમી મળી હતી કે મનોહરલાલ કરસનદાસ ઐનાની, રહે. થલતેજ, અમદાવાદ તથા કુલદીપસીંગ લાલસીંઘ રાજપુરોહિત, ઉં વ. 40, રહે. ૧૪, ન્યુ ગ્રીન સિટી, સેક્ટર ૨૬, ગાંધીનગર. મૂળ રહે ગામ. તેવરી, તા.તેવરી, જોધપુર (રાજસ્થાન) તેના સાથીદારો સાથે ગુજરાત તથા રાજસ્થાનમાં કેટલીક જગ્યાઓએ ફેકટરીમા ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ બનાવી વેચાણ કરે છે. આ માહિતીને આધારે ગુજરાત ATSએ કેન્દ્રીય એજન્સીને સાથે રાખી અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સ ઓપરેશન પાર પાડ્યું છે.

ગુજરાત ATS અને NCBએ  રાજસ્થના સિરોહી તાલુકાના  રાજસ્થના સિરોહી ગામમાં  મુખ્ય સૂત્રધાર મનોહરલાલ કરસનદાસ ઐનાનીના સ્થળ પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન 15 કિ.ગ્રા. પ્રેસેસ્ડ મેફેડ્રોન (MD) તથા 100 કિ.ગ્રા. લીક્વીડ મેફેડ્રોન/ સ્લરી MD રીકવર કરવામાં આવ્યાં. આ સ્થળે ચાર આરોપીઓની ધરપકડ કરી છે :

(1) રગારામ નરસારામ મેઘવાલ, ઉં વ.47, રહે. ગામ: મેઘવાલો કા બાસ, લોટીવાલા બડા, સિરોહી, રાજસ્થાન

(2) બજરંગલાલ ધાનારામ બીશ્નોઈ, ઉં વ.45, લીઆદ્રા, સાંચોર,રાજસ્થાન

(3) નરેશ મણીલાલ મકવાણા, ઉં વ.40, જુવાલ ગામ, સાણંદ,અમદાવાદ

(4) કનૈયાલાલ ગોહીલ, સાણંદ, અમદાવાદ.

ગુજરાત ATS અને NCBએ ગાંધીનગરના પીપળજ ગામે એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરી ખાતે રેડ કરી હતી. આ રેડમાં 476 ગ્રામ મેફેડ્રોન (MD), 16.946 લીટર લીક્વીડ મેફેડ્રોન/ સ્લરી MD રીકવર કરવામાં આવેલ છે. તેમજ આ ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરી અને મેન્યુફેક્ચરીંગ ઈક્વીપમેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યાં છે. આ સ્થળેથી આ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે :

1) કુલદીપસીંગ લાલસીંઘ રાજપુરોહિત, ઉં વ. 40, રહે. ૧૪, ન્યુ ગ્રીન સિટી, સેક્ટર ૨૬, ગાંધીનગર. મૂળ રહે ગામ. તેવરી, તા.તેવરી, જોધપુર (રાજસ્થાન),

(2) રીતેશ સુરેક્ભાઈ દવે, ઉં વ. 37, રહે. અંબિકાનગર, ડીમ્પલ સિનેમાની પાછળ,ડીસા, જી. બનાસકાંઠા

(3) હરીષ ચંપાલાલ સોલંકી, ઉં વ. 34, રહે. ૬૦૮, સી બ્લોક, સનરાઈઝ હાઇટ્સ, મોગરાવાડી, વલસાડ

(4) દીપક પ્રેમારામજી સોલંકી, ઉં વ. 34, રહે. ૫૫૭, બાપુનગર વિસ્તાર, પાલી, રાજસ્થાન તથા

(5) શીવરતન ઓમપ્રકાશજી અગ્રવાલ, ઉં વ. 26, રહે. રામરાવાસ, ગામ.કલ્લા, તા.પીપારસીટ, જોધપુર, રાજસ્થાન

ગુજરાત ATS અને NCBએ ત્રીજી રેડ રાજસ્થાનના જોધપુર જિલ્લાના ઓશીયા ગામે કરી હતી. આ રેડમાં કેટલાક કેમીકલ તથા મેન્યુફેક્ચરીંગ ઈક્વીપમેન્ટ સીસ્ટમ મળી આવેલ છે. કેમીકલની ઓળખ અને માત્રા અંગે NCBની ટીમ દ્વારા વધુ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ રેડ દરમ્યાન રામ પ્રતાપ કેશુરામ નામના ઈસમની અટકાયત કરવામાં આવી  છે.

ગુજરાત ATS અને NCBએ ચોથી અમરેલીમાં કેરીયા બાયપાસ પાસે આવેલા ભક્તિનગરમાં મારૂતિ ઈન્ડસ્ટ્રીયલમાં કરવામાં આવી હતી. આ રેડમાં 6.552 કિ.ગ્રા. પ્રેસેસ્ડ મેફેડ્રોન (MD) તથા 04 લીટર લીક્વીડ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું અને આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે :

1) નીતીનભાઈ ધીરૂભાઈ કાબરીયા, ઉં. વ.40, રહે. લીલીયા રોડ, ખારાવાડી, અમરેલી

(2) કીરીટભાઈ લવજીભાઈ માદલીયા, ઉં. વ.42, રહે. સાવરકુંડલા રોડ, ભક્તિનગર બાયપાસ, અમરેલી

આ ચાર રેડમાં ગુજરાત ATS અને NCBએ 230 કરોડનો મુદ્દમાલ જપ્ત કર્યો છે, તથા 13 આરોપીઓની ધરપકડ-અટકાયત કરી છે. પકડાયેલ આરોપીઓ આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતા અને તેઓએ ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન (MD) કઈ-કઈ જગ્યાએ તથા કોને વેચાણ કર્યો હતો અને એ માટે તેમને નાણા કઈ રીતે મળતા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ- કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે સઘન તપાસ ચાલુ છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!