BHARUCHGUJARATNETRANG

ભરૂચ લોકસભા બેઠક પર નેત્રંગ ટાઉન સહિત તાલુકામા ૮૮ બુથો પર શાંતિપુર્ણ માહોલમાં મતદાન.

નેત્રંગ તાલુકાના ૮૮ મતદાન મથકો પર ૨૫૦ થી વધુ પોલિસ જવાનો તૈનાત રહ્યા.

 

*નેત્રંગ તાલુકાના ૮૮ મતદાન મથકો પર ૨૫૦ થી વધુ પોલિસ જવાનો તૈનાત રહ્યા.*

*હિટવેવની સંભાવનાને લઈને નેત્રંગ આરોગ્ય વિભાગના ૧૯૦ જેટલા કર્મચારીઓને ૮૮ મતદાન મથકો સ્ટેન્ડ બાય રહ્યા*

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૯/૦૫/૨૦૨૪

૨૨ – ભરૂચ લોકસભા બેઠક માટે નેત્રંગ ટાઉન સહિત તાલુકાના ૮૮ મતદાન મથકો પર તા.૭મી મે ના રોજ સવારના સાત વાગ્યાથી મતદાન યોજાયું હતુ. ત્યારે મતદારોએ ખૂબ શાંતિપુર્ણ માહોલમાં અને ઉત્સાહભેર મતદાન કરી ૧૩ જેટલા ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયું છે.

ભરૂચ લોકસભા બેઠક નો ૧૫૨ ઝધડીયા વિધાનસભા મત વિસ્તારમા સમાવિષ્ટ નેત્રંગ તાલુકાના કુલ્લે ૮૮ મતદાન મથકો પર સવારના સાત વાગ્યા થી મતદાતાઓ ની લાંબી કતારો મતદાન માટે ઉત્સાહ પૂર્વક જોવા મળી હતી.

હવામાન વિભાગે કરેલ હિટવેવની આગાહી વચ્ચે ગરમીના પ્રકોપ ને લઇ ને બપોર ના સમયે નહિવત મતદાતાઓ મતદાન મથકો પર મતદાન કરતા નજરે પડ્યા હતા. સાંજના ચાર વાગ્યા થી ફરીથી લોકો મતદાન મથકો પર મતદાન માટે ઉમટી પડયા હતા.

નેત્રંગ તાલુકા ૮૮ મતદાન મથકો પર ૭૨,૮૩૭ જેટલા મતદારો પૈકી ૫૯,૪૬૬ જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ૮૧.૬૪ ટકા જેટલું સમગ્ર તાલુકાનું મતદાન નોંધાયું.

તેમજ નેત્રંગ તાલુકાના ૮૮ મતદાન પૈકી નેત્રંગ ટાઉનના ૮ મતદાન મથકો પર ૮,૩૪૦ મતદારો પૈકી ૫,૬૨૨ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ૬૭.૪૧ ટકા જેટલું સમગ્ર નેત્રંગ ટાઉનનું મતદાન નોંધાયું.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ ભરૂચ જિલ્લામાં મતદાન યોજાયું હતું. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા ૨૨-ભરૂચ મતવિસ્તારમાં આવેલા ૧૫૨ ઝઘડિયા વિધાનસભા સમાવિષ્ટ નેત્રંગ તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે (૧) ૨ – પોલિસ ઇન્સ્પેટર, (૨) ૪ – પોલિસ સબ ઇન્સ્પેક્ટર, (૩) ૧૧૩ – જેટલા ASI/HC/PC, (૪) ૧૬ – CPMF, (૫) ૨ – SRP, (૬) ૧૦૧ – GRD, (૭) ૧૪ – HG મળી ૨૫૨ જેટલા પોલિસ જવાનોને ૮૮ જેટલા મતદાન મથકો ઉપર સુરક્ષા વ્યવસ્થા માટે બંદોબસ્તમાં ફાળવેલા સુરક્ષાકર્મીઓએ એલર્ટ
મોડમાં રહીને ખંતપૂર્વક પોતાની ફરજ બજાવી હતી. મતદાન મથકો ઉપર ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તેની પુરતી તકેદારી રખાઇ હતી. તેમજ મતદાન મથકો ઉપર શાંતીપૂર્વક મતદાનની પ્રક્રિયા ચાલી હતી.

તેમજ નેત્રંગ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા પણ હવામાન વિભાગની હિટવેવની સંભાવના તેમજ ગરમીને લઈને ૮૮ મતદાન મથકો પર ૧૭૬ જેટલા આરોગ્ય વિભાગ કર્મચારીઓ ORS અને મેડિકલ કિટ, જરૂરી દવાઓ સાથે સ્ટેન્ડ બાય રહ્યા હતા. તેમજ ૧૪ ટીમ ઝોનલ સાથે અને ૬ ઇમરજન્સી ટીમ ફાળવવામાં આવી હતી. અશક્ત, દિવ્યાંગ, સિનીનર સિટીઝન, ગર્ભવતી મહિલા મતદારોને મતદાન કરવા માટે સહાયક તથા વ્હીલચેરની સુવિધા પુરી પાડવામા આવી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!