DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા નવલગઢ નજીક GPCB અધિકારીઓએ પ્લાયવુડ કંપનીનાં ડસ્ટનાં લીધે ખેડૂતની જમીનનાં પાક નિષ્ફળ જતાં ખેતરનો સર્વે કર્યો.

તા.15/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા પંથકમાં ખાનગી કંપની વાળાની મનમાની સામે સ્થાનિક ખેડૂતો ત્રાહિમામ હતા અને વર્ષોની સતત રજુઆત છતાંય તંત્ર કે ખાનગી કંપની વાળા ખેડૂતની હૈયા રાવળને ગણ કરતા નહોતા ત્યારે નવલગઢ ગામની પ્લાયવુડ બનાવતી સાલાસર કંપનીનાં ડસ્ટનાં લીધે ખેડૂતની જમીનનાં પાક નિષ્ફળ જતાં હતા અને જમીન ઉજ્જડ બનવા પામી હતી જે સમગ્ર બાબતને દેશની ચોથી જાગીર દ્રારા સામે લાવવામાં આવી અને તંત્રને તત્કાલ ખેડૂતની જમીનનો સર્વે કરવાની ફરજ પડી હતી આ તકે વળતરની માંગ સાથે ખેડૂત દ્રારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા જેના પગલે જીપીસીબીનાં અધિકારીઓ સર્વે કરવા દોડી ગયા હતા ત્યારે સ્થાનિક ખેડૂતોએ અધિકારીઓને રીતસરનાં ઊંચકાવ્યા હતા અને સમગ્ર સર્વે માત્ર કાગળ ઉપર જ ન રહે તેં માટે અધિકારીઓનાં વિડિઓ ઉતાર્યા હતા જેમાં અધિકારીઓ પોતે જ જમીનને નુકશાન છે અને ડસ્ટનાં લીધે પાક તેમજ જમીન ઉજ્જડ બની છે તેમ લાગી રહ્યું છે એમ બોલી રહ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે નવલગઢનાં ખેડૂતોને ઉચિત વળતર મળશે કે કુલડીમાઁ ગોળ ભંગાશે તે જોવાનું રહ્યું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!