તા.૧૭.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના પુસરી પ્રા.શાળા ધોરણ.૮ ના ૬૨ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઝાયડસ મેડિકલ કોલેજ. હોસ્પિટલ આઈ.ટી.આઈ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ
પ્રી વોકેસનલ એજ્યુકેશન બેગલેસ ડે અંતર્ગત પુંસરી પ્રાથમિક શાળા તા:જિ:દાહોદના ધોરણ 8 ના 62 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ZYDUS MEDICAL COLLAGE & HOSPITAL, I.T.I (ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ) તથા ઐતિહાસિક સ્થળ એવા સિદ્ધરાજ જયસિંહ તળાવની મુલાકાત લીધી હતી.
વિદ્યાર્થીઓમાં કૌશલ્યો ખીલે અને વ્યાવસાયિક તાલીમ મેળવે તેવાં હેતુસર ધોરણ 8 ના 62 વિદ્યાર્થીઓ અને આચાર્ય શ્રી રાજેશભાઈ પટેલ તથા સ્ટાફ મિત્રો સુરેશભાઈ માળી,સ્મિતભાઈ ગજ્જર, પ્રિયંકાબેન ગજ્જર સાથે [ આઈ. ટી. આઈ ] દાહોદની મુલાકાત લેવામાં આવી જેમાં ફીટર,વેલડર,વાયરમેન,પ્લમ્બર,
મોટર મિકેનિક,સૂઈ પેટિકોટ, ટર્નર,ડ્રાઇવિંગ જેવા કૌશલ્યોની રૂબરૂ મુલાકાત અને દાર્શનિક અનુભવ મેળવવામાં આવ્યો હતો. સાથેજ દાહોદની ઝાયડસ મેડિકલ કૌલેજ ખાતે ડૌ,ભાભોર સાહેબ તથા તેમની ટીમ દ્વારા હોસ્પિટલના જૂદા જૂદા વોર્ડ જેવાકે એનોટોમી,ઓ.ટી વોર્ડ ફાર્મા વોર્ડની મુલાકાત સાથે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ભણી ગણીને ડૌક્ટર બને તેવાં શુભાશિષ આપવામાં આવ્યા હતાં સાથે ઝાયડસ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ફળાહાર આપવામાં આવ્યો હતો
સ્માર્ટ સિટી દાહોદના ઐતિહાસિક સ્થળ તરીકે પ્રસિદ્ધ એવા સિદ્ધરાજ જયસિંહ તળાવની મુલાકાત લઈ વિદ્યાર્થીઓનો આનંદ બેવડાયો હતો,ખરેખર વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ જ્ઞાન,કૌશલ્ય અને મોજ મજાનો બની આનંદ મંગલ બની ગયો હતો
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.