VALSADVAPI

વાપીના સલવાવ શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ દ્વારા ધરમપુરના પીપરોળ ખાતે ૧૪માં સમુહલગ્નોત્સવનું આયોજન 

સમૂહ લગ્નમાં ૫૧ આદિવાસી દિકરીઓ ભાવિ પતિ સાથે પ્રભુતામાં પગલા માંડશે.

વલસાડ: તા ૧૭ ફેબ્રુઆરી

શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી, યુએસ.એ. દ્વારા ધરમપુર તાલુકાનાં પીપરોળ ગામે ૧૮મી ફેબ્રુઆરી ૨૦૨૪ રવિવારનાં રોજ ૫૧ આદિવાસી દિકરીઓનાં ૧૪મા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપીનાં મેનેજીંગ ટ્રસ્ટી પૂરાણી સ્વામી કપિલ જીવનદાસનાં માર્ગદર્શનમાં ૧૪માં સમુહ લગ્નનું આયોજન વલસાડ જીલ્લાનાં ધરમપુર તાલુકાનાં ઉંડાણનાં ગામ પીપરોળ, ઉમરવેરી ફળિયા ખાતે કરવામાં આવ્યુ છે. આ સમૂહ લગ્નમાં ૫૧ આદિવાસી દિકરીઓ ભાવિ પતિ સાથે પ્રભુતામાં પગલા માંડશે.

આ આદિવાસી કન્યાઓનાં સમૂહલગ્નોત્સવના મુખ્ય યજમાન તરીકે સુરતનાં શ્રીમતિ શાન્તાબેન હરીભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટનાં ચુનિભાઈ ગજેરા તેમજ પરમ ઈન્ફ્રા. સ્પેસ પ્રા.લી. વલસાડનાં દિપેશભાઈ ભાનુશાલી સહિત અનેક દાતાઓએ વિવિધ પ્રકારે આર્થિક  સેવા-સહયોગ આપી સમૂહ લગ્નને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સમૂહલગ્નોત્સવમાં વલસાડ જીલ્લા એસ.પી. ડૉ. કરનરાજ વાઘેલા સહિત વાપીનાં વેપારી વર્ગ, ઉદ્યોગપતિઓ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ શિક્ષણ સેવાની સાથે જ શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ-વાપી સેવા, રાષ્ટ્ર સેવા તેમજ કુદરતી આપત્તિઓ સમય પણ સેવાકીય પ્રવૃતિઓ કરે છે. નિરાધાર દિકરીઓને મફત શિક્ષણ રહેવા, જમવાની સુવિધા સાથે તેમજ અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં ધાબળા વિતરણ, ખેડૂતોને આંબાકલમની સહાય સહિત મંંદિર નિર્માણનાં કામગીરી પણ ચાલી રહી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!