KHERGAMNAVSARI

ખેરગામની 66 વર્ષ જૂની શાળામાં જનતા માધ્યમિક શાળા ખેરગામ ના વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ યોજાયો

"યુવા શક્તિ દેશની કરોડરજ્જુ સમાન છે."ટીડીઓશ્રી મહેશભાઈ વિરાણી

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબ દ્વારા ખેરગામની 66 વર્ષ જૂની શાળા જનતા માધ્યમિક શાળા ખેરગામ ના વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ ના અધ્યક્ષ પદેથી પ્રયોજવામાં આવ્યા હતા.
ખેરગામ તાલુકાની 66 વર્ષ જૂની અને પ્રતિષ્ઠિત શાળા જનતા માધ્યમિક શાળા ખેરગામ માં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન તા.21/02/2024 ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબને બિરાજમાન હતા.
ભારતીય સંસ્કૃતિના સિરસતા પ્રમાણે દીપ પ્રગટીકરણ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને શાળાના પ્રાર્થના વૃંદે સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેક્ષકો સમક્ષ પ્રાર્થના રજૂ કરી હતી,
શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ આવકાર પ્રવચન દ્વારા આમંત્રિત મહેમાનો આવકાર કરવામાં આવ્યો હતો,
સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ધોરણ 10 અને 12 તેમજ ધોરણ 9 અને 11 માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેમને પ્રમાણપત્ર અને શીલ્ડ અર્પિત કરવામાં આવ્યા હતા,વધુમાં શાળાના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને અને મહેમાનોને સંબોધિત કરવામાં આવ્યા હતા સાથો સાથ શાળાના મંત્રીશ્રી મુસ્તાનશિર વોહરા સાહેબ દ્વારા પણ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી આરતીબેન હળપતિ દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં શાળા પરિવારના શિક્ષકગણ તેમજ બિન શૈક્ષણિક સ્ટાફગણએ ખૂબ જ જેહમત ઉઠાવી હતી વધુમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી વિપુલ આર. પવાર અને શિક્ષિકા શ્રી ડિમ્પલબેન આહીર દ્વારા કરવામાં આવ્યું હતું સંસ્થા ના ચેરમેનશ્રી શશીભાઈ પટેલ અને ઉપ-પ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવા માટે સમગ્ર શાળા પરિવારને શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!