GUJARATPANCHMAHALSHEHERA

શહેરા તાલુકાની વિવિધ શાળાઓમાં ચિત્ર,વકૃત્વ અને નિબંધ સ્પર્ધા યોજાઈ:

પંચમહાલ જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન

શહેરા

નિલેશકુમાર દરજી શહેરા

________

 

 

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે. જિલ્લામાં મતદાર યાદીમાં વધુમાં વધુ નામ નોંધણી થાય તથા આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉદ્દેશ્ય સાથે પંચમહાલ જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

જે અન્વયે જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલના નેજા હેઠળ શહેરા તાલુકાની પ્રગતિ હાઇસ્કુલ,એસ.જે.દવે હાઇસ્કુલ સહિત તાલુકાની વિવિધ શાળાઓમાં ચિત્ર,વકૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.મતદાર જાગૃતિના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ સુંદર રંગોળી અને ચિત્રો દોરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સાથે વિદ્યાર્થીઓએ મતદાર રેલી કાઢી મતદાન માટે જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા હતા.

***

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!