BODELICHHOTA UDAIPURGUJARAT

છોટાઉદેપુર ખાતે સ્પે.ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત અંધ, શારીરિક, માનસિક ક્ષતિગ્રસ્ત કેટેગરીમાં એથ્લેટિક્સ, ચેસ, વોલીબોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ જેવી સ્પર્ધાનું આયોજન કરાયું.

રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યમાં તમામ જીલ્લાઓમાં ૧ ફેબ્રુઆરી થી ૧૫ માર્ચ સુધી જીલ્લા કક્ષાની સ્પે.-ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાનારી છે. છોટાઉદેપુર જીલ્લાના જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા આ આયોજન છોટાઉદેપુર જીલ્લામાં કરવામાં આવેલ છે. જે અંતર્ગત MR કેટેગરીની સ્પર્ધા તા.૨૩ ફેબ્રુઆરીના રોજ એ.એન પંચોલી સાર્વજનિક હાઈસ્કુલ,તેજગઢ ખાતે રાખવામાં આવી છે જેના કન્વીનરશ્રી દિનેશભાઈ,મો, ૯૪૨૬૫૩૧૧૦૮, HI કેટેગરીની સ્પર્ધાઓ તા.૨૪ ફેબ્રુઆરીના રોજ ડી.બી. પારેખ હાઈસ્કુલ, સંખેડા, કન્વીનરશ્રી વિજયભાઈ, મો. ૯૪૨૮૦૬૭૪૫૬, VI કેટેગરીની સ્પર્ધાઓ ૨૫ ફેબ્રુઆરીના રોજ ડી.બી. પારેખ હાઈસ્કુલ, સંખેડા, કન્વીનરશ્રી વિજયભાઈ, મો. ૯૪૨૮૦૬૭૪૫૬, OH કેટગરીની સ્પર્ધાઓ ૨૫ ફેબ્રુઆરીના રોજ સી.એન.બક્ષી સાર્વજનિક હાઈસ્કુલ,જબુગામ, કન્વીનરશ્રી અમિતભાઈ મો.૯૬૨૪૬૨૪૦૮૧ પર સંપર્ક કરી શકાશે. આ સ્પર્ધાઓ બાદ રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન તા. ૧૫ એપ્રિલ થી ૩૦ મે દરમિયાન યોજાનારી છે. જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ની એક અખબારી યાદીમાં આ ટૂંકી મુદતની જાહેર નિવિદા બહાર પાડવામાં આવી છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!