CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલા હાઇવે ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડીમોલેસનની કામગીરી હાથ ધરી

ખાણીપીણી, ચા-નાસ્તાના ધંધાર્થી સહિતના દબાણો હટાવવા સરકારી તંત્રો ત્રાટકયા

તા.29/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ચોટીલા નેશનલ હાઇવે ઉપર છાપરા, કેબીન અને કેટલાક દબાણો દૂર કરવા તંત્ર દ્વારા અપાયેલ નોટીસ બાદ બુધવારનાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપેલ હતો અને કાર્યવાહી સામે અનેક આક્ષેપો અને નાના ધંધાર્થીઓનાં રોજગાર છીનવાયા હોવાનો ઓહાપોહ પણ જોવા મળેલ છે ચોટીલા નેશનલ હાઇવે ઉપર અનેક નાની મોટી હોટલ, ગેસ્ટહાઉસ, ફાસ્ટ ફૂડ વ્યવસાય અને ચા પાણી સહિતનાં નાના મોટા ધંધાઓ આવેલ છે આમ તો આ શહેરની મુખ્ય આજીવિકા યાત્રિકો અને હાઇવે ધંધા ઉપર જ નભતી હોવાનું મનાય છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરીટી, આર એન બી, ડેપ્યુટી કલેકટર, મામલતદાર તેમજ પોલીસ કાફલાને સાથે રાખી ડીમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવતા ઉહાપોહ મચેલ હતો દબાણ કર્તાઓને 15 દિવસ પહેલાં હાઇવે સેન્ટર લાઇનથી 35 મિટરના નિયમ સુધીનું દબાણ હટાવી લેવા નોટીસ આપેલ હતી મોટા ભાગના લોકોએ મોટા દબાણો ખુલ્લા કરેલ હતા તેમ છતા દબાણ જનક જણાતા અનેક દૂર કરવા તંત્ર દ્વારા જેસીબી, અને મજુરો સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાયેલ હતી આ કાર્યવાહી સામે તંત્રની ગોળ ખળની નીતિ હોવાના આક્ષેપો પણ લોકોએ કર્યા હતા અને નાના ધંધાર્થીઓનાં રોજગાર છીનવાતા આવા લોકોની રોજગારી માટે જગ્યા ફાળવવા માંગ કરવામાં આવેલ છે આમ તો ચોટીલા હાઇવે પુરતા પ્રમાણમાં પહોળો છે તેમ છતા આ ઓપરેશન હાથ ધરાતા અનેક સવાલો ઉઠયા હતા પ્રજા માટે આગેવાની કરતા અનેક લોકો આવા સમયે પ્રજા પડખે કોઇ ન આવતા લોકોમાં ચણભણ ઉઠી હતી શહેરમાં સરકારી કિમતી જમીન ઉપર પણ કબ્જા અને દબાણો, તેમજ કેટલાક વિસ્તારોમાં સરકારી જમીનો સાચી ખોટી સનદનાં આધારે વેચાણો પણ હોવાની ચર્ચા વચ્ચે તંત્રને ફક્ત હાઇવેનાં દબાણ જ દેખાયું હોવાની ચર્ચાએ ઉઠી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!