ARAVALLIMODASA

ખેડૂત મિત્રોજોગ સંદેશ અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોઈ બાગાયતદાર ખેડૂત મિત્રોને સાવચેતીના પગલાં લેવા વિનંતી કરવામાં આવી 

અહેવાલ

  • અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ખેડૂત મિત્રોજોગ સંદેશ અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોઈ બાગાયતદાર ખેડૂત મિત્રોને સાવચેતીના પગલાં લેવા વિનંતી કરવામાં આવી

હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા મળેલ સુચના મુજબ આગામી તારીખ ૦૧/૦૩/૨૪ થી ૦૨/૦૩/૨૪ સુધી રાજ્યના જીલ્લાઓ પૈકી અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોઈ નાયબ બાગાયત નિયામકશ્રી, અરવલ્લી દ્વારા બાગાયતદાર ખેડૂત મિત્રોને નીચે જણાવેલ સાવચેતીના પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે

કમોસમી વરસાદથી બાગાયતી પાકને નુકસાનથી બચવા શક્યત: લણણી ટાળવી અથવા ખેતરમાં કાપણી કરેલ બાગાયતી પાક ખુલ્લા હોઈ તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા તાડપત્રી/પ્લાસ્ટીકથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા જરૂરી પગલા લેવા.

પપૈયા તથા જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડ ની આજુબાજુ માટી ચઢાવવી.

બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું.જંતુનાશક દવા અને રાસયણિક ખાતરનો ઉપયોગ આ સમયે ટાળવો. વધુમાં વરસાદ બાદ ફળ, ફુલ અને શાકભાજી પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધે તેવું જણાય તો યોગ્ય નિયંત્રક પગલા લેવા.એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો અને ખેડૂતમિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે.માર્કેટયાર્ડમાં આ દિવસોમાં ખેત પેદાશો ખુલ્લી જગ્યામાં ન રાખતા સુરક્ષિત સ્થળે રાખવા જણાવવામાં આવે છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!