DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાએ પરીક્ષાની તૈયારી સંદર્ભે  વિગતવાર માહિતી આપી

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        માર્ચ-૨૦૨૪ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે શિક્ષણમંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ જિલ્લાઓના કલેક્ટર્સ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે પરીક્ષાને લગતી તૈયારીઓ અંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

        વીડિયો કોન્ફરન્સમાં મંત્રીશ્રી સમક્ષ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાએ પરીક્ષા અંગે જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓનો ચિતાર રજૂ કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રીએ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ-૨૦૨૪ના સફળ સંચાલન માટેના દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક્શન પ્લાનની સવિસ્તૃત માહિતી આપી હતી.

        આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે ગાંધીનગર ખાતેથી શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ દેવભૂમિ દ્વારકા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી .ધાનાણી, નિવાસી અધિક કલેક્ટરશ્રી ભૂપેસ જોટાણીયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હર્ષવર્ધનસિંહ  જાડેજા  સહિતના જિલ્લા પરીક્ષા સમિતીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!