GUJARATNAVSARIVANSADA

પી આઈ કિરણ પાડવીએ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરા ગામે સોલ્જર ગ્રુપ લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની ભેટ આપી હતી

પ્રિતેશ પટેલ,વાંસદા

વાત્સલ્યમ્ સમાચાર

પી આઈ કિરણ પાડવીએ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરા ગામે સોલ્જર ગ્રુપ લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની ભેટ આપી હતી. આ પ્રસંગે પી આઈ કિરણ પાડવીએ જણાવ્યું હતું કે સફળતા કોઈની જાગીર નથી કોઈપણ વ્યક્તિ ચાહે એ અમીર હોય ગરીબ હોય શહેર નો હોય ગામડાનો હોય ખંતપૂર્વક મહેનત કરવામાં આવે તો સફળતા મળે જ છે. આ પુસ્તકો પી આઈ કિરણ પાડવી અને શિતલભાઈ ઓનજીસી વાળાના સહયોગથી ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે પી આઈ કિરણ પાડવી વિપુલ દેશમુખ જીગ્નેશભાઈ પટેલ તથા લાઇબ્રેરીના યુવક યુવતીઓ હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!