AHAVADANGGUJARAT

નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં S.S.C પરીક્ષાનો પ્રારંભ ૩૫૩ પરિક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રથમ દિવસે ૧૬૬૨૦ વિધાર્થીઓ હાજર રહ્યા જ્યારે ૩૫૩ પરિક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા

સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલી S.S.C ની પરીક્ષા અંતર્ગત નવસારી જિલ્લામાં પણ બે ઝોન નવસારી અને ચીખલી  ઉપર નોંધાયેલા ૧૬૬૨૦ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે ૩૫૩ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા .

જિલ્લાના કંટ્રોલ રૂમમાથી પ્રાપ્ત વિગતો અનુસાર પ્રથમ દિવસે ગુજરાતી માધ્યમના ૧૪૫૨૯, અંગ્રેજી માધ્યમના ૨૦૪૨ અને મરાઠી માધ્યમના ૪૯  પરિક્ષાર્થીઓએ  પ્રથમ દિવસે પેપરમાં હાજર રહ્યા હતા . જ્યારે ૩૪૭ ગુજરાતી માધ્યમના અને  ૦૬ અંગ્રેજી માધ્યમના પરિક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

જિલ્લા વહીવટી તંત્રે સમગ્રતયા પરીક્ષા સંચાલન ઉપર સુચારુ આયોજન ગોઠવી, કોઈ પણ પરીક્ષાર્થીઓને અગવડ ન પડે તેની તકેદારી રાખી હતી. મહાનુભાવોએ પરીક્ષા કેન્દ્રો ઉપર ઉપસ્થિત રહી, પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!