મુળીના સરલા ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી આવી સામે
પાણીની પાઈપલાઈન લીકેજના કારણે મકાન માલિક ત્રાહિમામ અનેક રજુઆત કરવા છતાં જૈસે થે જેવી પરિસ્થિતિ
તા.13/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પાણીની પાઈપલાઈન લીકેજના કારણે મકાન માલિક ત્રાહિમામ અનેક રજુઆત કરવા છતાં જૈસે થે જેવી પરિસ્થિતિ
વિડીયો વાયરલ કરી મકાન પડશે તો જવાબદારી કોની? ગોરધનભાઈનો આક્રોશ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળીના સરલા ગ્રામ પંચાયતની પાણી વિતરણ ની પાઈપ લાઈન જે ૪૦ વર્ષ જુની હોય અને મકાનોના પાયામાં લીકેજ ના કારણે પાયા હચમચી ગયા હોય અને અનેક તિરાડો પડી ગઈ હોય ગમે તે સમયે મકાનો ધરાશય થાય તેમ હોય ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર મુળી કલેક્ટર સુરેન્દ્રનગર ખાતે અનેક રજુઆત ગોરધનભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી છે તેઓનો આક્ષેપ હોય કે ગામ પંચાયત સરલા સરપંચ દ્વારા ઓરમાયું વર્તન કરી આને કોઈ રીપેરીંગ કામ કરવામાં આવતું નથી એટલે મકાનમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે અને ગમે તે સમયે ધરાશય થાય તેમ છે અમો પણ સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છીએ ત્યારે આ કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી કોની? સાથે તેઓએ વિડીયો વાયરલ કરી ગામ પંચાયત સરલા અને અધિકારીઓ સામે સવાલો ઉભા કરતા વિડીયોમાં જણાવી રહ્યા છે છેલ્લા ચાર મહિનાથી તેઓ સતત રજુઆત કરતાં આવે છે પરંતુ પરીણામ શુન્ય છે ત્યારે તેઓએ વિડીયો વાયરલ કરી જો આ મકાન પડશે અને જીવહાની કોઈ થશે તો તમામ અધિકારી સરપંચ આના જવાબદાર રહેશે તેમ જણાવ્યું હતું.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.