BHARUCHJHAGADIYA

રાજપારડી ગામે રમજાન માસના ત્રીજા ચાંદ એ જિંદગીનો પેહલો રોજો રાખી ખુદાની બંદગી કરતા નાના બાળકો

રાજપારડી ગામે રમજાન માસના ત્રીજા ચાંદ એ જિંદગીનો પેહલો રોજો રાખી ખુદાની બંદગી કરતા નાના બાળકો

     રમઝાન નો પવિત્ર માસ નો આજે ત્રીજો રોજો છે મુસ્લિમો પોતાના રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયા  કેટલાક નાના ભૂલકાઓએ પોતાના જીવન નો પ્રથમ રોજો રાખ્યો હતો મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ. જે ખુબ મહિમા ધરાવતો માસ કહેવાય છે. પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો  ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે. ચાલુ વર્ષે રમઝાન માસ ધોમધખતા તાપમાં પ્રારંભાયેલો હોઇ રોઝદારો માટે એક  આકરી અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે ધોમધખતા તાપની પરવા કર્યા વિના રોઝદારો પોતાના રબને રાજી રાખવા માટે અને પોતાના પર ફર્જ થયેલા રોઝા રાખી પોતાના રબની ખુશનુદી પ્રાપ્ત કરી પવિત્ર રમઝાન માસ ના રોઝા ની શરુઆત થતા જ નાના ભુલકાઓએ પણ રોજા રાખ્યા હતા જયારે ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતા નાવીદ મોહસીન વાઝા અને મુસ્તાકઅલી સફીક ખત્રી એ નાની ઉંમર માં કાળઝાળ ગરમીમા પોતાની જિંદગીનો પહેલો રોજો રાખી રબ ને રાજી કરવાનો પ્રયાસ ખ઼ુદા ની બંદગી કરી પરિવાર તરફથી રોજા રાખનાર નાવીદ વાઝા અને મુસ્તાકઅલી ખત્રી ને ફુલહાર પહેરાવી પ્રથમ રોજા ની મુબારક બાદ આપી હતી મુસ્લિમ ચાંદ ત્રણ  ના રોજ નાના બાળકો એ રોજો રાખીને ખુદાની બંદગી કરી હતી જેથી તેના માતા-પિતા અને સમગ્ર સમાજના આગેવાનો અને કુટુંબીજનોએ આ નાનકડાં બાળક ને શુભેચ્છા અભિનંદન પાઠવી હતી સમગ્ર દેશ માં અમન ચેન સુકુન શાંતિ બની રહે તે માટે દુઆ ગુજારવામાં આવી હતી

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!